Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અજાણ્યા તસ્કરો અર્થિંગનો કોપર વાયર ઉઠાવી ગયાઃ
જામનગર તા. ૬: કાલાવડના હકુમતી સરવાણીયા ગામની સીમમાં એક કંપનીની ઉભી કરવામાં આવેલી પવનચક્કીની ત્રણ સાઈટ પરથી અર્થિંગ માટેનો ૩૬ મીટર કોપર વાયર ચોરાઈ ગયો છે.
કાલાવડ તાલુકાના હકુમતી સરવાણીયા ગામના સીમ વિસ્તારમાં વિન્ડવર્લ્ડ ક્લિન એનર્જી ફોરેવર કંપની હસ્તકની પટનાયક મીનરલ્સ નામની કંપની દ્વારા ઉભી કરવામાં આવતી પવન ચક્કીઓના ત્રણ લોકેશન પર ચોરી થઈ છે.
પવનચક્કીની આ સાઈટ પર આવેલા લોકેશન નં.૮૮ તેમજ ૧૦૧ અને ૧૦૨માં ઘૂસી ગયેલા કોઈ તસ્કરોએ તેના ફાઉન્ડેશનમાં રહેલા લીલા રંગના કવરવાળા અર્થિંગ કોપર વાયરમાંથી ૩૬ મીટર વાયર કાપીને ચોરી કરી લીધો છે. ગઈ તા.ર૪થી તા.ર૯ દરમિયાન થયેલી આ ચોરી અંગે તે સાઈટના સિક્યુરિટી ગાર્ડ જયેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial