Advertisement
Author: નોબત સમાચાર

જાણો તા. ર૮ ફેબ્રુઆરી, શનિવાર અને ફાગણ સુદ બારસનું રાશિફળ

તુલા સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ થાય. નવીન મિલન-મુલાકાત ફળદાયી રહે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. મિલન-મુલાકાત થાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૪

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. મિત્રવર્ગના સાથ- સહકારથી કામનો ઉકેલ આવતો જાય.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૫-૭

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આનંદ થાય. સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી આવક જણાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૨

 

Cancer (કર્ક: ડ-હ)

આપે રાજકીય-સરકારી, ખાતાકીય કામમાં ધ્યાન રાખવું પડે. ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરી લેવો.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૭-૪

 

Leo (સિંહ: મ-ટ)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૮

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આકસ્મિક ઘરાકી રહે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૨

 

Libra (તુલા: ર-ત)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ અનુભવાય. યાત્રા-પ્રવાસ થઈ શકે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૪-૮

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપ હરો-ફરો-કામ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા સતાવ્યા  કરે.

શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૪-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપની બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. મિલન-મુલાકાત શક્ય બને.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૫-૮

 

Capricorn (મકર: ખ-જ)

આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષાકરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરે. કોર્ટ-કચેરીના કામકાજ થઈ શકે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૯

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર પ્રાપ્ત થાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૧-૬

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું રહ્યા કરે. સ્વાસ્થ્યની ચિંતા ને કારણે કામ કરવાની ઈચ્છા ન  થાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૫



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh