Advertisement
Author: નોબત સમાચાર

વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા લાભાર્થીઓને તંત્રનો અનુરોધ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં

                                                                                                                                                                                                      

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન અંતર્ગત દીકરીઓના જન્મદરને પ્રોત્સાહન આપવા, શિક્ષણને વેગ આપી ડ્રોપ આઉટ રેશિયો ઘટાડી ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ કરવા તેમજ બાળ લગ્ન અટકાવવાના હેતુથી વ્હાલી દીકરી યોજના વર્ષ ૨૦૧૯થી અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના પાત્રતા ધરાવતા મહત્તમ લાભાર્થીઓને યોજનાનો લાભ લેવા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ દીકરીના જન્મથી લઈને તેના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન સુધીના વિવિધ તબક્કે કુલ રૂ।. ૧,૧૦,૦૦૦/-ની સહાય આપવામાં આવે છે, જેમાં દીકરી જયારે ધોરણ-૧ માં પ્રવેશ મેળવે ત્યારે રૂ।. ૪૦૦૦/-, ધોરણ-૯ માં પ્રવેશ વખતે રૂ।.૬૦૦૦/- અને જ્યારે દીકરી ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યારે તેને રૂ।. ૧,૦૦,૦૦૦/- ની રકમ મળવાપાત્ર થાય છે.

આ યોજનાનો લાભ મેળવવા માટે દીકરીનો જન્મ ૦૨-૦૮-૨૦૧૯ કે ત્યારબાદ થયેલ હોવો જોઈએ અને તેના માતા-પિતાની સંયુક્ત વાર્ષિક આવક રૂ।.૦૨ લાખથી વધુ ન હોવી જોઈએ. ખાસ નોંધનીય છે કે, યોજનાની જોગવાઈ મુજબ દીકરીના જન્મના એક વર્ષની અંદર અરજી કરવાની રહેશે. દંપતીના પ્રથમ ત્રણ સંતાનો પૈકીની દીકરીઓ આ યોજનાના લાભ માટે પાત્ર ગણાશે, પરંતુ દીકરીના માતા-પિતાના બાળ લગ્ન થયેલા ન હોવા જોઇએ.

અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો અંગે વધુ વિગતો આપતા જણાવાયું છે કે, આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી દીકરીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, દીકરીનું આધારકાર્ડ, દીકરીનો જન્મનો દાખલો, માતા-પિતાના આધારકાર્ડ, માતા/પિતાની બેંક પાસબુકની નકલ, માતા-પિતાની આવકનો દાખલો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, રેશનકાર્ડ તેમજ નિયત નમુના મુજબનું સ્વ-ઘોષણા પત્ર (અનુસૂચિ-૨) અને એકરારનામું રજૂ કરવાનું રહેશે. પાત્રતા ધરાવતા લાભાર્થીઓ એ જે તે ગામના વીસીઈ પાસે, જે તે તાલુકાની મામલતદાર કચેરીમાં ઉપરાંત ીદ્બટ્ઠરૈઙ્મટ્ઠાટ્ઠઙ્મઅટ્ઠહ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ/ પરથી ઓનલાઇન પણ અરજી કરી શકે છે. વધુ માહિતી માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી- દેવભૂમિ દ્વારકા, એ/જી/૨૩ ગ્રાઉન્ડ ફલોર, જિલ્લા સેવા સદન, ધરમપુર, લાલપુર બાયપાસ રોડ, જામ-ખંભાળીયામાં ફોન નં- ૦૨૮૩૩ ૨૩૪૦૭૫ પર સંપર્ક કરી શકાશે તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh