Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫ૂ.પા.ગો. કાલિન્દી વહુજી અને લાલન શ્રી નૃસિંહલાલજીની અધ્યક્ષતા હેઠળ
દ્વારકા તા. ૧૩: ઓખામંડળ- બારાડીના અગ્રણીઓની ઉપસ્થિતિમાં દ્વારકામાં સોમવારે શ્રીદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ૫૪૯માં પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે.
પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક જગદ્ગુરૂ શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો ૫૪૯મો પ્રાગટય મહોત્સવ હોય દ્વારકામાં આજે પૂ.પા.ગો. કાલિન્દી વહુજી નટવરગોપાલજી મહારાજ તથા લાલશ્રી નૃસિંહલાલજી નટવરગોપાલજી મહારાજ (પોરબંદર- વેરાવળ- દ્વારકા- બરડીયા બેઠકજી તથા કંપાલા હવેલી)ની અધ્યક્ષતામાં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે.
દ્વારકાના ગોમતી કુંડના બેઠકજીએ મહાપ્રભુજીની વરણાગી સાંજે ૫ કલાકે કીર્તન મંડળી સાથે વાજતે ગાજતે પ્રસ્થાન થઈ શાક માર્કેટ ચોકથી નવી હવેલીએ સ્વાગત અને વૈષ્ણવ પાઠશાળાના બાળકો તથા શિવણ કલાસની બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયા પછી વરણાગી નવી હવેલીથી પ્રસ્થાન થઈ ત્રણ બત્તી ચોક, જોધાભા માણેક રોડ થઈ દ્વારકાધીશ મંદિર સન્મુખ થઈ દેવીભૂવન રોડ થઈ પુનઃ બેઠકજી પધારશે જયાં આશીર્વાદરૂપે નંદ મહોત્સવ થશે.
તે પછી વની હવેલીના કાલિન્દીવહુજી મહારાજ વૈષ્ણવોને આશીર્વચન પાઠવશે તેમજ વૈષ્ણવોમાં મહાપ્રસાદનું વિતરણ કરાશે. આ ધાર્મિક અવસરે અગ્રણીઓ દ્વારકાદાસભાઈ રાયચુરા (મોટાભાઈ), એલ.આર. પાબારી પરિવાર (દ્વારકા) અનુપમભાઈ બારાઈ (ઓખા), મનસુખભાઈ બારાઈ (ગુરૂ પ્રેરણા હોટલ), ઈશ્વરભાઈ ઝાખરીયા, નટુભાઈ દત્તાણી (ભાટીયા), દિપકભાઈ સોનેચા, ધનસુખભાઈ બારાઈ સહિત મોટી સંખ્યામાં વૈષ્ણવ પરિવારો ઉપસ્થિત રહેશે.
દ્વારકા નવી હવેલીમાં આજે સવારે ૧૦ કલાકથી કાલિન્દી વહુજી મહારાજના હસ્તે વલ્લભાચાર્ય ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી નિઃશુલ્ક છાશનું વિતરણ થઈ રહ્યું છે. ગોમતી ઘાટ પર બિરાજતાં મહાપ્રભુજીની બેઠકજીમાં વિશેષ પાઠ-પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial