Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઈશ્રી ખોડીયાર સેવા ચેરી.ટ્રસ્ટ દ્વારા
જામનગર તા. ૨૨: આઈ શ્રી ખોડીયાર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ (સુચિત) દ્વારા ઉગતાપોરના શ્રી મેલડી માતાજી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૨૪-૧-૨૬ થી તા. ૨૬-૧-૨૬ સુધી આઈ શ્રી ખોડીયાર માતાજી મંદિર, નાગેશ્વર, જામનગરમાં યોજવામાં આવ્યો છે. જેમાં તા. ૨૪ના સવારે ૯ વાગ્યાથી શ્રી ગણપતિ પૂજન અને વિધિનો પ્રારંભ સ્વસ્તિ પૂન્યાદ વાચન, માતૃકા વસોર્ધારા પૂજન, પિતૃ પૂજન, સવારે ૧૧ વાગ્યાથી જલયાત્રા, દેવી-દેવતાઓની ગ્રામ પ્રદક્ષીણા (નગરયાત્રા), બપોરે ૧ વાગ્યાથી દેવતાઓના સામૈયા, મંડપ પૂજા, મંડપ પ્રવેશ, અગ્નિ સ્થાપન, ગ્રહશાંતિ યજ્ઞ, કર્મ કુટિર હોમ, બપોરે ૩ વાગ્યાથી જલાધિવાસ, દેવતાઓની મૂર્તિને ધાન્યાધિવાસ, સાયં દેવતાઓની પૂજા-આરતી કરવામાં આવશે.
તા. ૨૫ના સવારે ૮ વાગ્યે સૂર્યાધ-સામાન્યાર્ધ, મંડપ પ્રવેશ, શ્રી ગણપતિ આદિસ્થાપિત દેવતાઓની પૂજા, દેવતાઓને ધાન્યાધિવાસથી જાગૃત, સવારે ૧૧ વાગ્યાથી શ્રી મેલડી માતાજીના મંત્રથી હોમ, દેવતાઓની પ્રતિમાઓને ૯૪ કળશોથી અનેક દિવ્ય ઔષધિથી સ્નાપન વિધિ, બપોરે ૩ વાગ્યાથી શાંતિક-પૌષ્ટિક હોમ, દેવતાઓને શૈયાધિવાસ, દેવી દેવતાઓના ન્યાસવિધિ, સાંજે ૪ વાગ્યે સાંયે પૂજન-મહા આરતી કરવામાં આવશે.
તા. ૨૬ના સવારે ૮ વાગ્યાથી સ્થાપિત દેવતાઓનું પૂજન, મંદિરનું પ્રસાદ વાસ્તુ-દશ દિગ્પાલ હોમ, બપોરે ૧:૩૦ વાગ્યાથી વૃષભ લગ્નમાં નિજ મંદિરમાં શ્રી મેલડી માતાજીની મૂર્તિનો પ્રવેશ અને અચલ પ્રાણ પ્રતિષ્ઠા સાથે શ્રી મેલડી માતાજીની પ્રથમ મહા પૂજા-આરતી અને ધ્વજારોહણ, સાંજે ૪ વાગ્યે બલિદાન પૂજન વિધિ, યજ્ઞની પૂર્ણાહુતિ અને સાંજે ૭:૩૦ વાગ્યાથી મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે. જીગર મારાજ પંડયા (ગોલ્ડ મેડાલીસ્ટ) પ્રાણ પ્રતિષ્ઠા કર્મના મુખ્ય આચાર્ય છે તેમ ટ્રસ્ટના પ્રમુખ સંદિપગીરી ગૌસ્વામી, મંત્રી કિશોરભાઈ મજીઠીયા, ઉપપ્રમુખ ઉમંગગીરી ગૌસ્વામી અને પ્રમોદગીરી ગૌસ્વામીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial