Advertisement
Author: નોબત સમાચાર

ભાડા પટ્ટાની જમીનોના કૌભાંડોનો મામલો પહોંચ્યો રાજ્યના શહેરી વિકાસ મંત્રી સુધી

ખંભાળિયા નગરપાલિકાના ચર્ચાસ્પદ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૩૦: ખંભાળિયા પાલિકામાં ભાડાપટ્ટાના નામે કરોડોની કિંમતની જમીન મામુલી ભાડાથી આપીને તેમાં કરોડોના ધંધા કરીને મોટું કૌભાંડ ચાલતું હોય, આ બાબતે તાજેતરમાં ખંભાળિયા પાલિકાના તત્કાલિન સદસ્ય દ્વારા રાજ્યના શહેરી વિકાસ મંત્રી તથા ખંભાળિયા ધારાસભ્ય-સાંસદને ફરિયાદ-રજૂઆતો કરતા મામલો પાલિકા કમિશનર તથા શહેરી વિકાસ મંત્રી સુધી પહોંચ્યો છે.

પાલિકાના પદાધિકારીઓ તો ચૂંટાયેલા હોય, તેમને ભાડા વધારવાથી નારાજગી જે તે આસામીઓ સાથે અંગત સંબંધો બગડવાની બીક હોય, વધારતા તો નથી, પણ અગાઉ ઠરાવ કરીને વધારેલો મામુલી ફૂટના પાંચ રૂપિયા માસિક તે પણ રદ્ કર્યો છે, જ્યારે અધિકારીઓ તો સરકારનું તથા પાલિકાનું હિત કરતા હોય તેમણે પણ આ ભાડા રદ્ કરવાના ઠરાવને 'યોગ્ય' ગણાવતા તેમની યોગ્યતા પર પણ શંકા ઊભી થઈ છે કે પાલિકાનું અહિત આવડું મોટું સામાન્ય જનને દેખાય તે પણ તેમને નથી દેખાતું.

દ્વારકા જિલ્લાની અન્ય નગરપાલિકાઓમાં ક્યાંય આવું ભાડા પટ્ટાનું મામુલી રકમનું કૌભાંડ નથી પણ મોટી રકમ બજાર ભાવ અનુરૂપ રાખવામાં આવી છે, જ્યારે અહીં 'મામકાવાદ'માં ભાડાપટ્ટાની લહાણી તો ઠીક પણ મામુલી રકમના ભાડા પણ ચર્ચાસ્પદ બન્યા છે.

વિપક્ષી ફરિયાદઃ તંત્ર મિલકત ક્યાં છે તેનાથી અજાણ

ખંભાળિયા પાલિકામાં ભાડાપટ્ટા અંગે ચલતા કૌભાંડ અંગે તાજેતરમાં આમ આદમી પાર્ટી દ્વારા આર.ટી.આઈ.માં વિગતો માગવામાં આવતા દિવસો પછી તેમને જવાબ આપવામાં આવ્યો, જેમાં કેટલાયે આસામીઓ પાસે ભાડાપટ્ટાની જમીનો માટે શૂન્ય ભાડું એટલે કે પાલિકાના પિતાના પુત્ર જેમ મફત વાપરે તેમ મફત કરોડોની જમીનો વાપરતા હોય, આ બાબતે અરજદારે પૂછ્યું કે, શૂન્ય ભાડું કેમ? પાલિકાની મિલકતો વ્યક્તિઓ વાપરે છે, તો ભાડું કેમ નહીં? તો જવાબ અપાયો મિલકત ક્યાં છે તે અમને ખબર નથી. પાલિકાની કરોડોની મિલકત જે નામજોગ ભાડાપટ્ટાથી અપાઈ છે તથા વખતો વખત રીન્યુ નામથી થઈ છે અને જેના નામ છે તેને આખું ગામ ઓળખે છે. કોઈ અજાણ્યા નથી તો પછી પાલિકા તંત્રને મળે નહીં જગ્યા ક્યાં છે? ભાડાપટ્ટામાં નવું કૌભાંડ બહાર આવ્યું છે. જગ્યા ભાડે આપેલી છે, પણ ક્યાં છે તે પાલિકાને ખબર નથી. તેથી આસામી મફત ભાડું ભર્યા વગર લાખો-કરોડોની જમીન પોતાના રહેણાંક-ધંધા માટે ઉપયોગ કરે છે.

ભાડાપટ્ટામાં પેટા ભાડૂતોનું કૌભાંડ

નિયમ મુજબ ભાડાપટ્ટા લગત જગ્યામાં વધારાની જગ્યા માટે હોય, પણ અહીં તો ભાડાપટ્ટાની જમીન જાણે બાપીકી મિલકત હોય તેમ ટ્રાન્સફર થાય છે અને કેટલાયે આસામીઓ પોતે મામુલી ભાડાથી લઈને લાખોના ભાડાથી આપેલ હોવાનું પણ બહાર આવ્યું છે, તો કેટલાક સ્થળે તો ભાડા પર ફેક્ટરી, કારખાના, મિલો પણ બનાવીને લાખો ભાડા વર્ષે વસૂલાય છે અને પાલિકાને 'હજારો' અપાય છે

આ બાબત હવે શહેરી વિકાસ મંત્રી સુધી પહોંચ્યું છે, જ્યારે આ કૌભાંડ કેટલાયને દઝાડે તો નવાઈ નહીં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh