Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુદરતની કૃ૫ા ગણો કે કમાલ ગણો કે કૃષ્ણલીલા ગણો... અદભૂત... અલૌકિક !
દ્વારકા તા. ૨૯: દ્વારકા તીર્થના પવિત્ર ગોમતી નદીના સામા કિનારા ઉપર પંચનદ તીર્થ આવેલું છે. આ તીર્થને અહીંની લોકભોગ્ય ભાષામાં પંચકુઈ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થળની ખાસ વિશેષતા એ છે કે અહીં ચારે તરફ ફરતે સમુદ્ર છે જેનું પાણી ખારું છે તેની વચ્ચે આ પંચનદતીર્થ આવેલું છે જેનાં પાંચેય કૂવામાં પાણી મીઠું છે.
આ કુદરતની કમાલ અને કુદરતની કૃપા જ છે. નહીંતર અહીં સમુદ્ર કિનારે જમીનમાં ગમે ત્યાં ખોદો પાણી મળે તે ખારું હોય જયારે આ તીર્થમાં આવેલ પાંચેય કુવાઓનું પાણી મીઠું છે. પાણીની આ મીઠાશનું કારણ એમ કહેવાય છે કે અહીં પાંડવોએ વાસ કરેલો. આ સ્થળ ઉપર ઋષિની તપસ્યાનું પરિણામ છે તેમ પણ મનાય છે. અને પંચઋષિઓના નામ પરથી પાંચ કુવા આવેલા છે. ચારે તરફ ફરતા સમુદ્રની વચ્ચે અહીં પાંચ મીઠા પાણીના કૂવા છે જેના જલનું આચમન જીવનને પવિત્ર કરે છે. દ્વારકા આવતા યાત્રિકો હોડીમાં બેસી ગોમતીને સામે કિનારે પંચનદતીર્થમાં દર્શન કરવા જાય છે જયાં લક્ષ્મીનારાયણ દેવનું મંદિર આવેલ છે. ત્યાંજ બાજુમાં પાંડવ ગુફા પણ છે. મંદિર પરિસરમાં રામ નામનો તરતો પથ્થર પણ છે. હાલ આ મંદિરની સેવા-પૂજા ભગવાનશ્રી દ્વારકાધીશજી મંદિરના મોનાવાળી પાંખીના સ્વ.પૂજારી રમણીકલાલ વિઠ્ઠલદાસ ઠાકરના વંશજો કરે છે.
દ્વારકાધામની પરિક્રમા કરતી વખતે આ મંદિરનાં દર્શન પણ એક જીવનનો લહાવો છે. ગોમતીના સામેના આ કિનારા ઉપરથી ઉત્તરે નજર કરતાં એક તરફ ભવ્ય ત્રૈલોકય સુંદર જગતમંદિરનાં દર્શન થાય છે. બીજી તરફ શ્રી શારદાપીઠના રમણીય દર્શન થાય છે. હાલમાં ચાલતા નાતાલના મીની વેકેશનમાં સુદામા સેતુ બંધ હોવા છતાં બહોળી સંખ્યામાં ભાવિકો આ તીર્થસ્થાનનો લ્હાવો લેતા જોવા મળી રહયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial