Advertisement
Author: નોબત સમાચાર

દિશાબેન અને મયુરના પિતા ભીમ વાકાણીનું નિધન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દયાભાભી અને સુંદરમામા-ફેઈમ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૭: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેઈમ દિશા વાકાણી અને મયુર વાકાણીના પિતા ભીમ વાકાણીનું નિધન થયું છે.

ટેલિવિઝન જગતના અત્યંત લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેઈમ દિશા વાકાણી (દયાભાભી) અને મયુર વાકાણી (સુંદર મામા) ના પરિવાર પર દુઃખનું આભ તૂટી પડ્યું છે. દિશા અને મયુર વાકાણીના પિતા અને જાણીતા અભિનેેતા ભીમ વાકાણીનું આજે (સાતમી એપ્રિલ) વહેલી સવારે નિધન થયું છે.

૮૪ વર્ષની વયે ભીમ વાકાણીના નિધનના સમાચારથી સમગ્ર ગુજરાતી નાટ્યજગત અને બોલિવૂડમાં શોકની લહેર છવાઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર માહિતી આપતા મયુર વાકાણીએ લખ્યું કે, પ્રસિદ્ધ નાટ્યકાર અને અભિનેતા ભીમ વાકાણી આજે સવારેે અરિહંત શરણ પામ્યા છે. તેમના પાર્થિવ દેહની અંતિમયાત્રા આજે બપોરે ર-૩૦ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળશે અને થલતેજ સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ભીમ વાકાણી અભિનય જગતમાં એક જાણીતું નામ છે, જેમણે આમિર ખાનથી લઈને શાહરૂખ ખાન સુધી બધા સાથે સ્ક્રીન શેર કરી છે. તે આમિર ખાન સાથે લગાન, શાહરૂખ ખાન સાથે સ્વદેશ, લજ્જા અને વન્સ અપોન અ ટાઈમ ઈન ઈન્ડિયામાં કામ કરી ચૂક્યા છે.

ભીમ વાકાણીના નિધનથી વાકાણી પરિવારમાં ઊંડો શોક વ્યાપી ગયો છે. સોશિયલ મીડિયા પર ચાહકો અને કલા જગતના સાથીદારો ભીમ વાકાણીને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh