Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના શ્રી એમ.પી. શાહ મ્યુનિ. વૃદ્ધાશ્રમમાં પૂર્વ મંત્રી હકુભા દ્વારા વડીલજનો સાથે અનોખો રંગોત્સવ

ધૂળેટીનો રંગ, આશીર્વાદ સાથે સેવાનો સંગમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: ધુળેટીના પર્વ ઉપર ''માવતરો''ના પ્રેમ અને આશીર્વાદની છાંયે દર વર્ષની પરંપરા પ્રમાણે જામનગરના શ્રી એમ.પી. શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમમાં આ વર્ષે પણ ધુળેટીની રંગારંગી ઉજવણીનો દિવસ સમાજસેવા અને સંસ્કૃતિનો સુભગ સમન્વય સમાન બની રહૃાો. હોવાનું પૂર્વ મંત્રી ધર્મેન્દ્ર સિંહ મેરૂભા જાડેજા (હકુભા)એ જણાવ્યું હતું

હકુભા જાડેજા તેના પરિવારના સભ્યો તરીકે પૂજ્ય મુરબ્બીઓને તહેવારોમાં જલેબી અને ગાંઠિયાનો અલ્પહાર કરાવેલ હતો. અને સાથે અબીલ-ગુલાલ રમતી વખતે તેમના ચહેરે ખીલતી મુસ્કાન, તેમના હાથમાંથી મળતા આશીર્વાદ, અને સંયુક્ત હર્ષોલ્લાસે આ ધુળેટીના તહેવારને ખરા અર્થમાં રંગમય બનાવ્યો હતો.

ભારતીય સંસ્કૃતિમાં લોકપર્વોની પવિત્રતા એ જીવનને સંપૂર્ણતા આપે છે  પરિવારની સભ્યની જેમ આપણા વડીલજનો સાથેની આ ધુળેટી એ સેવા અને સંસ્કારની જીવંત મિસાલ બની જાય છે.

એમ.પી.શાહ ટ્રસ્ટ દ્વારા આવા નિરાધાર વયોવૃદ્ધોને સાથ આપવાની પ્રેરણાદાયી પહેલ એ જ સમાજનું સાચું શૃંગાર છે. સંસ્કૃતિના રક્ષક અને સમાજના સેવક તરીકે, આપણે દરેકે યથાશક્તિ વૃદ્ધાશ્રમો, નિરાધારો અને દુઃખીયો સાથે ખુશીઓની લહેર ફેલાવીએ. આ સેવાના કાર્યમાં તેમની સાથે તેમના મિત્ર અમિતભાઇ ખાખરીયા જોડાયા હતા.

પૂર્વમંત્રી હકુભા જાડેજા છેલ્લા ૧૧ વર્ષથી વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો સાથે ધુળેટીના પર્વની પરિવાર સાથે આવીને ઉજવણી કરે છે. વૃદ્ધો સાથે સંવાદ કરી આત્મીયતાનો નાતો જોડે છે. તે આજની યુવા પેઢીને પ્રેરણારૂપ બને છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh