Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પી.એમ. આવાસમાં અડધાથી વધુ ફ્લેટો ભાડે આપી દેવાયાઃ રહીશોમાં આક્રોશ
જામનગર તા. ૬: જામનગર ગુલાબનગર વિસ્તારમાં મોહનનગર પાસે 'જાડા' દ્વારા નિર્મિત પ્રધાનમંત્રી આવાસ (પીએમ આવાસ) ઓમ રેસિડેન્સીના ફ્લેટોમાં ફ્લેટમાલિકો દ્વારા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને આ વસાહતોમાં પ૦ ટકાથી વધુ ફ્લેટોમાં ભાડૂઆતો ગેરકાયદેસર વસવાટ કરી રહ્યા છે.
ઓમ રેસિડેન્સી કો-ઓનર્સ એસો.ના પ્રમુખ ધીરજ પંડ્યા, મંત્રી કમલેશ મકવાણા તથા સહખજાનચી વસીમ મીનાણીએ આવેદનપત્ર પાઠવી આ ભાડૂઆતોને તાકીદે ખાલી કરાવી ફ્લેટોને સીલ મારવાની કાર્યવાહી કરવા ઉગ્ર માગણી કરી છે.
'જાડા' દ્વારા આજ સુધી ફ્લેટ માલિકોએ નિયમ વિરૂદ્ધ ભાડે આપેલા ભાડૂઆતો કે ફ્લેટ માલિકો સામે કોઈ કાર્યવાહી કરી નથી. રાજકોટ, અમદાવાદ જેવા શહેરોમાં સમયાંતરે ચેકીંગ કરીને ભાડે અપાયેલા મકાનો ખાલી કરાવી સીલ કરવાની કડક કાર્યવાહી થાય જ છે, તો જામનગરમાં 'જાડા' શા માટે કાર્યવાહી કરતું નથી?
આ સ્થિતિમાં પીએમ આવાસ ઓમ રેસિડન્સીમાં રહેતા ફ્લેટ માલિકોમાં આક્રોશની લાગણી ફેલાઈ છે. સાચા રહેવાસી મકાન માલિકોને ભાડૂઆતોના કારણે અનેક મુશ્કેલી પડી રહી છે.
જો ટૂંક સમયમાં આ વસાહતમાંથી ભાડૂઆતો રહેતા હોય તેવા ફ્લેટ ખાલી કરાવી સીલ કરવામાં નહીં આવે તો જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ગુલાબનગર પાસેના મુખ્ય માર્ગ પર રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial