Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં
ખંભાળિયા તા. ૧૧: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા નગરપાલિકા તથા દ્વારકા જિલા પંચાયતની ખંભાળિયા વિસ્તારની બેઠકો તથા કલ્યાણપુર તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકોમાં ભાજપના નવા નિયમોમાં કેટલાક ઉમેદવારોના પત્તા કપાઈ જવાના હોય, આ સંદર્ભમાં મુદ્દો છેક ગાંધીનગર સુધી પહોંચતા કોકડું ગૂંચવાયાની સ્થિતિ થતા અનેક મહત્ત્વની બેઠકો પર નામ નક્કી ના થવાની સ્થિતિ થવા પામી છે, જેના સંદર્ભમાં રાજ્યકક્ષા તથા જિલ્લાના નેતાઓ સાથે ચર્ચા-વિચારણા પણ ચાલુ રહી હતી, જેમાં મોડી રાત્રિ સુધી ચર્ચા ચાલી હોવાનું પણ બહાર આવ્યું હતું.
આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય, આજે ફોર્મ ભરવાના ફરજિયાત છે. સંભાવનાવાળા અગાઉથી જ ફોર્મ માટેની તૈયારી તથા જરૂરી દસ્તાવેજો એકઠા કરવા મંડી પડ્યા છે, તો સમગ્ર ચિત્ર ભાજપમાં તો ટિકિટ ફાળવણીમાં નહીં પણ ઉમેદવારી પત્રો પરત ખેંચાવાના અંતિમ દિવસે સ્પષ્ટ થાય તેવું છે.
કેટલીક જ્ઞાતિઓમાં વર્ષોથી મહત્ત્વની ભૂમિકા ચૂંટણીમાં ભજવનાર કુટુંબ ના મુંખ્ય વ્યક્તિ તો ઠીક, પણ તેમના કુટુંબમાંથી કોઈ ના લેવાય તેવું પણ બહાર આવતા આ બાબતપણ ભારે ચર્ચાસ્પદ બની છે, તો કોંગ્રેસે પણ કેટલીક બેઠકો પર ભાજપમાંથી કોણ આવે છે તેના પર વ્યૂહ રચના ગોઠવી હોય, આજે છેલ્લા દિવસે ફોર્મ ભરવામાં કચેરી ખુલતા જ ધસારો શરૂ થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial