Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા નજીક વરવાળામાં ટી.બી. સોનેટોરિયમ સંકુલમાં અદ્યતન એલોપથી કેન્દ્રનો પૂ. શંકરાચાર્યના હસ્તે પ્રારંભ

પૂ. મોરારિ બાપુની ઉપસ્થિતિમાં

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૬: દ્વારકા નજીક વરવાળા ટી.બી. સોનેટોરીયમ સંકુલમાં એલોપેથી સારવાર કેન્દ્રનો શંકરાચાર્ય હસ્તે શુભારંભ થયો છે. પૂ. મોરારિ બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં આ કેન્દ્ર શરૂ કરાયું છે.

દ્વારકા નજીકના વરવાળા ગામે આવેલ ટી.બી. સોનેટોરીયમ સંકુલમાં સંસ્થાના પ્રમુખ અને દ્વારકાના શંકરાચાર્ય પૂ. સદાનંદ સરસ્વતી મહારાજની ઉપસ્થિતિમાં આધુનિક સુવિધાથી નિર્મિત એલોપેથી સારવાર કેન્દ્રનો શંકરાચાર્ય હસ્તે શુભારંભ કરાયો હતો.

ઓખામંડળના જરૂરિયાતમંદ દર્દીઓને વૈદકીય સારવાર મળી રહે તે માટે અહીં આયુર્વેદ ઉપચાર કેન્દ્ર વિભાગ લાંબા સમયથી કાર્યરત છે. હાલમાં એલોપેથી સારવાર મળી રહે તે માટે આધુનિક સુવિધા સાથેના નવા સંકુલના નિર્માણ બાદ પૂ. શંકરાચાર્યની પ્રેરક ઉપસ્થિતિમાં એલોપેથી સારવાર કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે પ્રસિદ્ધ રામકથાકાર પૂ. મોરારિ બાપૂએ પણ ઉપસ્થિત રહી ટ્રસ્ટીગણ અને આમંત્રિત મહેમાનોને શુભેચ્છા પાઠવી હતી.

આ હોસ્પિટલમાં દ્વારકા સિવિલ હોસ્પિટલના પૂર્વ મેડીકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. વિપુલ ચંદારાણા પૂર્ણ સમયની સેવા આપશે. એલોપેથી સેન્ટર સોમવારથી શુક્રવાર દરમ્યાન દરરોજ સવારે ૮ થી સાંજે ૬ વાગ્યા સુધી કાર્યરત રહેશે. જેનો લાભ ઓખામંડળની જરૂરિયાતમંદ જનતાને મળશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh