Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના સોનારડી પાસે બાઈકે યૂ-ટર્ન કરતા અકસ્માતઃ ત્રણને થઈ ઈજા

બાઈકચાલકને ત્રણ ફ્રેક્ચર થઈ ગયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર સોનારડી ગામ પાસે રવિવારે સવારે દોડી જતા એક બાઈકે અચાનક યૂટર્ન કરતા પાછળ આવતું બીજુ બાઈક ટકરાઈ પડ્યું હતું. આ અકસ્માતમાં યુવાન, તેના પત્ની, ભત્રીજીને ઈજા થઈ છે.

ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામ પાસે આંબાવાડીમાં રહેતા પ્રદીપભાઈ શામજીભાઈ નકુમ નામના યુવાન રવિવારે સવારે પોતાના પત્ની તથા ભત્રીજી સાથે મોટરસાયકલમાં સોનારડી ગામના પાટીયા પાસેથી જતા હતા.

આ વેળાએ આગળ દોડી જતા જીજે-૩૭-એચ ૮૭૦૧ નંબરના મોટરસાયકલના ચાલક રમેશ હીરાભાઈ ડાભીએ અચાનક ડિવાઈડર પરથી પોતાનું બાઈક યૂ-ટર્ન કરી લેતા તેની સાથે પ્રદીપભાઈનું બાઈક ટકરાઈ પડ્યું હતું. આ અકસ્માતમાં પ્રદીપભાઈને ત્રણ ફ્રેક્ચર થઈ ગયા છે. તેમની ભત્રીજીનો ગોઠણ ભાંગી ગયો છે અને પત્નીને માથામાં ઈજા થઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh