Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલના ગાયનેક વિભાગે ગુણવત્તાયુકત સેવાઓ બદલ લક્ષ્ય પ્રમાણપત્ર મેળવ્યું છે. મૂલ્યાંકનમાં હોસ્પિટલના લેબર રૂમ ૯૪% અને મેટરનિટી ઓ.ટી. ૯૩% ના ઉચ્ચ ગુણ સાથે સફળતાપૂર્વક પ્રમાણિત થયા છે. જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલના ગાયનેક વિભાગે રાષ્ટ્રીય સ્તરે આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધારવા માટેના મહત્વપૂર્ણ *લક્ષ્ય પ્રોગ્રામ* અંતર્ગત મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં આરોગ્ય વિભાગ, ગાંધીનગર દ્વારા હોસ્પિટલના ગાયનેક વિભાગને *લક્ષ્ય* પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ મૂલ્યાંકનમાં લેબર રૂમ ૯૪% અને મેટરનિટી ઓ.ટી. ૯૩% ના ઉચ્ચ ગુણ સાથે સફળતાપૂર્વક પ્રમાણિત થયા છે. ઉલ્લેખનીય છે કે, તા.૧૬/૦૪/૨૦૨૫ના રાજ્યકક્ષાના નિયુક્ત એસેસર દ્વારા ગાયનેક વિભાગના લેબર રૂમ અને મેટરનિટી ઓ.ટી.નું સઘન મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ મૂલ્યાંકન દરમિયાન ઉપલબ્ધ તબીબી સેવાઓ, સહાયક સેવાઓ, સ્ટાફની કાર્યક્ષમતા, વિવિધ દસ્તાવેજો અને સૂચકાંકોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી. રાજ્યકક્ષાના એસેસર તરીકે ગાયનેક વિભાગના વડા, પી.ડી.યુ મેડિકલ કોલેજ - રાજકોટ અને એ.એચ.એ, પી.ડી.યુ મેડિકલ કોલેજ - રાજકોટ દ્વારા આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જી.જી.હોસ્પિટલના ગાયનેક વિભાગના નિષ્ણાત તબીબો, નર્સિંગ સ્ટાફ અને વહીવટી સ્ટાફના અથાગ અને સમર્પિત પ્રયત્નોના પરિણામે આ પ્રતિષ્ઠિત *લક્ષ્ય* પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન હોસ્પિટલમાં ૮,૪૪૨ સફળ ડિલિવરી નોંધાઈ છે, અને ૧૬,૯૧૩ સગર્ભા માતાઓને ગુણવત્તાયુક્ત સારવાર પૂરી પાડવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial