Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડમાં ત્રિપુરા માતાજી મંદિરે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન

સમસ્ત રાડીયા કુટુમ્બ ચેરી. ટ્રસ્ટ દ્વારા

                                                                                                                                                                                                      

ભાણવડ તા. ૩૦: ભાણવડમાં બિરાજમાન સમસ્ત રાડીયા પરિવારના કુળદેવી ત્રિપુરા માતાજીના મંદિરમાં દર બાર વરસે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવે છે.

આગામી તા. ૪-૫-૨૦૨૫ ના અગિયાર વર્ષ પૂર્ણ થવા સાથે દર બારમા વર્ષની પરંપરા મુજબ કળશ સ્વરૂપમાં બિરાજમાન ત્રિપુરા માતાજીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. સાથે નવચંડી યજ્ઞ કરવામાં આવશે.

આ ધર્મોત્સવ દરમિયાન માતાજીને પરિવારના પુત્રો, પુત્રીના લગ્ન પ્રસંગ અંગે કુટુંબની માતાએ રાખેલી દૂધની માનતા, માતાજીના પ્રસાદ પહેલા ભોજનમાં દૂધ ન લેવાની માનતા કાજેના નૈવૈદ્ય સ્વરૂપે ગાય માતાના દૂધને પ્રસાદરૂપે ચોખાની ઢગલી ઉપર ચાંદીના કળશમાં ધરાવવામાં આવે છે અને યજ્ઞ પૂર્ણ થયે માતાજીની આરતી બાદ દૂધનો પ્રસાદ ચોખા સાથે પરિવારના દરેક માતા આરોગી, પોતાના સંતાનો સાથે રાખેલી તેમની માનતા પૂર્ણ કરે છે.

સુરાપુરાના તેમના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવા અડદના વડા તથા સુરાપુરાને તેમની ગાયોના ધણ બચાવવા કાજે ભાણવડથી પોરબંદર શીતલા ચોક પહોંચી યુદ્ધમાં લડતા શહીદી સમયે તેમને પાણી પીવડાવી, અંતિમ સમયે પોતે પણ શહાદત વહોરી લઈ લીધેલ, તે ખારવી જ્ઞાતિના બહેન કે જેને સુરાપુરાએ પોતાની બહેન તરીકે સંબોધ્યા હતા, તેવી બહેનની શહાદતને યાદ રાખવા માટે આજે પણ પરિવારના દરેક સભ્યો તેમને ખારવી ફૂઈ તરીકે તેમની માતાજી મંદિરે ડેરીમાં સ્થાપન કરી તેમની પૂજા કરે છે અને મહાપૂજાના દિવસે તેમના માનમાં ખીચડી પ્રસાદ સ્વરૂપે ધરાવી, પ્રસાદ તરીકે પરિવારના દરેક સભ્યો ભાવપૂર્વક આરોગી, ધન્યતા અનુભવે છે.

સુરાપુરાની ખાંભી હાલ ભાણવડના નગર ગેઈટ તથા પોરબંદર શિતળા ચોકમાં આવેલી છે. જેની પરિવાર દ્વારા નિયમિત પૂજા થતી રહે છે. આ શુભ પ્રસંગ કુળદેવી માં શ્રી ત્રિપુરા માતાજીના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાપન, માતાજી પ્રત્યે પરિવારની આસ્થા દર્શાવવા કાજે પવિત્ર હોય છે.

આ ભવ્ય મહાપૂજાની પૂર્વસંધ્યાએ શનિવાર તા. ૩ મે ના દિવસે બહારથી આવતા રાડિયા પરિવારના સભ્યોને અહીં ઉતારો આપવા તેમજ ભાણવડ અને બહારથી આવેલા તમામ પરિવારજનોને માટે ભોજન સહિતની તમામ જરૂરી વ્યવસ્થા તેમજ દિવસ દરમિયાન મહાપૂજા મહોત્સવમા કળશ સ્થાપન, હવન તથા આરતી માટે સહાયક યજમાન પદે ભાગ લેવા ન્યોછાવર લઈને લક્કી ડ્રોનું આયોજન અને ત્યાર બાદ શનિવારે રાત્રે બાળાઓ દ્વારા સ્વાગત, માતાજીના ગીતો ત્યાર બાદ દાતાઓ, મહેમાનો અને કાર્યકર્તાઓનું સ્વાગત સન્માન કરવામાં આવશે. આ સાથે માતાજીના નવા મંદિરના નિર્માણ અંગેની ચર્ચા સહિતના આયોજનો માટે પરિવારના કાર્યકરો, હોદ્દેદારો અને ટ્રસ્ટીઓ જહેમત ઉઠાવી રહૃાા છે ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh