Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'દલા તરવાડીની વાડી'... લઉં બે ચાર લઈ લે ભાઈ દસ...બાર... કેબીડી...!!!
જામનગર તા. ૧: ભાજપના લગત કોન્ટ્રાક્ટરને કમાવી દેવા માટે મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે અને કચરા માટે ૧૦ વર્ષનો રૂ. ૯૦૦ કરોડનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાત સ્ટેન્ડીંગ કમિટીમાં રજૂ થતા કોંગ્રેસ દ્વારા આજે સ્ટેન્ડીંગ કમિટી પાસે ધરણાં-વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે તા. ૧-પ-ર૦રપ ના મળી હતી. જેમાં જામનગરમાંથી કચરો ઉપાડવા માટે ૧૦ વર્ષનું રૂ. ૯૦૦ કરોડનું ટેન્ડર બહાર પાડવાની દરખાસ્ત કમિશનર દ્વારા રજૂ કરવામાં આવી છે. આ દરખાસ્ત રદ્ કરવી જોઈએ. તેવી માંગણી સાથે આજે કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડીંગ કમિટી હોલ પાસે ધરણાં-વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કચરાની કમાણી શેમાં સમાણી...? ભ્રષ્ટાચારી ભાજપ જેવા સ્લોગન લખેલ પાટિયા પણ આંદોલનકારીઓ દ્વારા દર્શાવાયા હતાં.
હકીકતે ૧૦ વર્ષનો કોન્ટ્રાક્ટ હોય શકે નહીં. અઢી વર્ષ માટેનો જ કોન્ટ્રાક્ટ હોવો જોઈએ. જો આ કોન્ટ્રાક્ટ આપવામાં આવશે તો આવનાર દિવસોમાં કર્મચારીના પગાર આપવામાં ફાંફા પડશે. વેસ્ટ ટુ એનર્જી અને કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાની હતી, પરંતુ હાલ આ પ્રોજેક્ટ પણ બંધ છે.
કમિશનર દ્વારા ૪૭૩ કરોડનું આ બાબતનું જ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જે તાત્કાલિક ધોરણે રદ્ કરી દેવામાં આવ્યું હતું. આ પછી સિધુ જ રૂ. ૯૦૦ કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટમાં ભાજપના લાગતાવળગતા કોન્ટ્રાક્ટરને કમાવી દેવાનું મસમોટું કૌભાંડ છે. જેમાં જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીની પણ સંડોવણી ખૂલ્લી છે. આ સમગ્ર પ્રકરણની વીજીલન્સ તપાસ પણ કરવી જોઈએ.
આજના વિરોધ પ્રદર્શન તથા ધરણાંના કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, કોંગી કોર્પોરેટર અને વિપક્ષના પૂર્વ નેતા અલ્તાફ ખફી, કોંગ્રેસના પ્રદેશ મહિલા અગ્રણી સહારાબેન મકવાણા, રંજનબેન ગજેરા, મહિપાલસિંહ, શક્તિસિંહ, આનંદ ગોહિલ સહિતના આગેવાનો જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial