Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વહાણ દુબઈથી સામાન ભરીને બોસાસો ગયું હતું:
સલાયા તા. ૭: સલાયાના એક આસામીનું વહાણ દસેક દિવસ પૂર્વે દુબઈથી જનરલ કાર્ગાે ભરીને બોસાસો જવા માટે નીકળ્યા પછી ગઈકાલે સવારે બોસાસો બંદર પર આવી પહોંચ્યું હતું પરંતુ ત્યાં પહોંચતા જ કોઈ રીતે વહાણમાં આગ લાગી જતાં વહાણ ભસ્મીભુત થયું છે. તે વહાણમાં સવાર ૧૧ ક્રુ-મેમ્બરને બચાવી લેવામાં આવ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાના વહાણવટી સલીમ ઈસ્માઈલ ભાયા નામના આસામીનું ફૈઝ-એ-મહેબુબ મોયુદ્દીન નામનું અને બીડીઆઈ ૧૪૨૧ નંબરનું માલવાહક વહાણ ગઈ તા.૨૩ ફેબ્રુઆરીના દિવસે જુદો જુદો સામાન ભરીને દુબઈથી બોસાસો બંદર પર જવા માટે રવાના થયું હતું. આ વહાણમાં ૧૧ ખલાસીઓ સવાર હતા.
ઉપરોક્ત વહાણ જ્યારે ગઈકાલે બોસાસો બંદર પર પહોંચ્યું ત્યારે કોઈ રીતે વહાણમાં આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે ભયંકર સ્વરૂપ પકડ્યું હતું. કાંઠા પરથી પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ આગમાં વહાણ હોમાઈ ગયું છે. આગ લાગતા જ તમામ ૧૧ ખલાસીઓ કૂદી પડ્યા હતા. તેઓને બચાવી લેવામાં આવ્યા છે. અંદાજે ૧૨૦૦ ટનની કેપિસીટી ધરાવતા આ વહાણમાં આગ લાગ્યાના અને વહાણ ભસ્મીભુત થઈ ગયાના બનાવની સલાયા જાણ થતાં વહાણવટી આસામીઓમાં દુખ પ્રસર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial