Advertisement
Author: નોબત સમાચાર

સાવધાન! કોરોના હજી ગયો નથી, કેલિફોર્નિયામાં મળ્યો નવો વેરિઅન્ટ બીએ-૩-ર

 

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૭: દુનિયા જ્યારે કોરોનાના ભયમાંથી બહાર આવી રહી છે, ત્યારે ફરી એકવાર સાવધ કરનારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં ગંદા પાણીના પરીક્ષણ દરમિયાન કોરોના વાયરસનો એક નવો પ્રકાર બીએ ૩-ર મળી આવ્યો છે. આ શોધ સાબિત કરે છે કે વાયરસ હજુ નાબૂદ થયો નથી, પરંતુ સતત પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે. બીએ-૩-ર એ મૂળભૂત રીતે ઓમિકોન પરિવારનો જ એક પેટા-પ્રકાર છે. વૈજ્ઞાનિકો માટે સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે આ નવા વેરિયન્ટમાં ૭૦ થી ૭પ જેટલા પરિવર્તનો જોવા મળ્યા છે. આમાંથી મોટાભાગના પરિવર્તનો તેના 'સ્પાઈક પ્રોટીન'માં છે. સ્પાઈક પ્રોટીન એ વાયરસનો ભાગ છે. જે કોષોમાં પ્રવેશવા માટે ચાવીરૂપ કામ કરે છે. આટલી મોટી સંખ્યામાં મ્યુરેશન હોવાથી વૈજ્ઞાનિકોની શંકા છે કે કોરોના હજી ગયો નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh