Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાના ગૌમાંસ ૫કડાયું તે સંદર્ભે
દ્વારકા તા. ૧૮: દ્વારકાના રૂપેણ બંદર પર તાજેતરમાં પકડાયેલા ગૌમાંસના જથ્થા પ્રકરણે દ્વારકા પંથકમાં ઠેરઠેર વિરોધ ઉઠી રહ્યો છે ત્યારે રૂપેણબંદરના સ્થાનીય મુસ્લિમ સમુદાયો દ્વારા પણ દ્વારકા પ્રાંત અધિકારી કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને ગૌહત્યામાં દોષીત તત્ત્વો સામે તડીપાર જેવી સખ્ત કામગીરી કરી માંસ-મટનના વેચાણ પર સદંતર પ્રતિબંધ કરવા માંગ કરવામાં આવી છે. ગાયો તેમના માટે પણ પવિત્ર હોવાનું જણાવી ધાર્મિક ક્ષેત્રમાં શાંતિ ન ડહોળાઈ તેવી માંગ કરાઈ છે. આ સાથે સ્થાનીય મુસ્લિમ સમાજના આગેવાનોએ આવેદનપત્રમાં રૂપેણબંદર પંથકમાં માંસ અને મટનના વેચાણ પર સંપૂર્ણ રીતે બંધ થવો જોઈએ તેવી પણ માંગ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial