Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે સાંજે ચાર વાગ્યાથી યોજાનારી
જામનગર તા. ૭: મનપાની ફાયરબ્રિગેડ શાખામાં મોકડ્રીલ સંદર્ભે ફાયર ઓફિસરોની પ્રિ બ્રિફ મિટિંગ યોજાઈ હતી, જેમાં શહેરમાં આજે સાંજે ચાર વાગ્યાથી અલગ અલગ ચાર સ્થળો પર મોકડ્રીલ કરવા માટેનો તખ્તો તૈયાર કરાયો હતો. ચીફ ફાયર ઓફિસરની રાહબરીમાં ૧૦ ફાયર સ્ટેશન ઓફિસર સહિત ૧૦૦ જેટલા ફાયરના જવાનો ૩૦ થી વધુ રેસ્ક્યુ વાહનો સાથે તૈનાત છે.
જામનગર શહેરમાં ૫ણ આજે વહીવટી તંત્રના આદેશના પગલે મોકડ્રીલ તૈયારીઓ ચાલી રહી છે અને જામનગર મહાનગર પાલિકાની ફાયર બ્રિગેડ શાખા તેના માટે સુસજ્જ બની છે. જામનગર મહાનગર પાલિકાની ફાયર શાખાના ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈ દ્વારા આજે સવારે ૧૦ વાગ્યે જામ્યુકોની ફાયર શાખામાં મોકડ્રીલના સંદર્ભમાં રિવ્યૂ મિટિંગ રાખવામાં આવી હતી. જેમાં ૧૦ થી વધુ ફાયર સ્ટેશન ઓફિસરો હાજર રહ્યા હતાં. જેઓને સાંજની મોકડ્રીલ સંદર્ભે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
જામનગર શહેરના જુદા જુદા ચાર વિસ્તારમાં ફાયર બ્રિગેડ દ્વારા ચાર સ્થળે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે અને સંભવિત યુદ્ધના પગલે કોઈપણ દુર્ઘટના બને, તો તેને પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સમગ્ર કવાયત હાથ ધરી લેવામાં આવશે, તેના માટે ૩૦થી વધુ ફાયર ફાઈટર સહિત વાહનો તથા અન્ય તમામ પ્રકારની સાધન સામગ્રીને સુસજ્જ બનાવી દેવામાં આવી છે અને સાંજે ૪ વાગ્યાથી તમામ ફાયર વિભાગનો ૧૦૦થી વધુનો સ્ટાફ કવાયતમાં જોડાઈ જશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial