Advertisement
Author: નોબત સમાચાર

જામનગર-દ્વારકા જિલ્લાના ૧૦૬૩૨ બાકીદારના રૂ।.૮ કરોડના બીલ વસૂલવા મેગા ડીસ કનેક્ટ ડ્રાઈવ

વીજ કંપનીની ૩૭૮ ટીમ આજથી બંને જિલ્લામાં આરંભશે કાર્યવાહીઃ

                                                                                                                                                                                                      

જામનગરની પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા જામનગર સર્કલ હેઠળના જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે ગ્રાહકો વીજ વપરાશનું બીલ ભરી રહ્યા નથી તેઓ માટે વીજ જોડાણ કટ કરવાની મેગા ડ્રાઈવનું આજથી આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે ડીસીસી સ્કૂલના મેદાન પર એકત્ર કરવામાં આવેલી કુલ ૩૭૮ ટીમ બંને જિલ્લામાં રવાના થઈ છે. જામનગર શહેરમાં ૨૬૭ ટીમ દ્વારા રૂ।.છએક કરોડનું બાકી બીલ ધરાવતા ૭૪૧૯ વીજ જોડાણ કાપવા માટે લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જ્યારે દ્વારકા જિલ્લા માટે રૂ।.ર કરોડની વસૂલાત માટે ૩ર૧૩ વીજ જોડાણ કાપવા ૧૧૧ ટીમ રવાના થઈ છે. આમ બંને જિલ્લામાં મળી કુલ ૧૦૬૩૨ જોડાણના ધારકો પાસે રૂ।.૮ કરોડથી વધુની રકમ બીલ પેટે વીજ કંપનીએ વસૂલવાની બાકી છે. તેથી ઉપરોક્ત તમામ ટીમ પોતાને ફાળવેલા વિસ્તારોમાં બાકીદારો સામે કડક પગલાં ભરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh