Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી અંતર્ગત
જામનગર તા. ૨૯: શ્રી વિદ્યામંડળ અલિયાબાડામાં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઓલ ઈન્ડિયા પંચાયત પરિષદના રાષ્ટ્રીય કક્ષાના અધ્યક્ષ સોનલબેન ડાંગરીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ અવસરે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી હિમાંશુભાઈ અજાબિયા અને સંધ્યાબેન ઝાલા, એડવોકેટ ગજેન્દ્રસિંહ ઝાલા, કલ્પેશ આશાણી, ભરત કાનાબાર, અનિલભાઈ મહેતા તેમજ જામનગર શહેરના પૂર્વ મેયર અમીબેન પરીખ, જાણીતા મનોચિકિત્સક ડો. રાજુભાઈ ઠકરાર, સાહિત્યકાર સતીષભાઈ વ્યાસ (શબ્દ) અને દિનેશભાઈ માવલ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં સિવિલ જજ પાર્વતીબેન મોકરિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. પંચાયતના સરપંચ અને સભ્યો પણ હાજર રહ્યા હતા. સાથે ગ્રામજનો અને બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રંગારંગ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના વિભાગીય વડાઓ અને શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial