Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાવાસીઓને બિનપરંપરાગત ઉર્જા અપનાવવા અનુરોધ
ખંભાળિયા તા. ૨૨: દેવભૂમિ દ્વારકા જિલ્લાવાસીને બિનજરૂરી વીજ વરાશ ટાળવા અંગે બિનજરૂરી વીજ પુરવઠાનો ઉપયોગ ટાળીએ અને પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપીએ
હાલના આધુનિક સમયમાં કોઈપણ વ્યક્તિને વીજ પુરવઠા વગર ચાલે તેમ જ નથી. ત્યારે વીજ પુરવઠાની સતત વધી રહેલી માંગ સામે વીજ બચત જ એકમાત્ર ઉપાય છે.
આ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્નાએ જિલ્લાવાસીઓને જણાવ્યું હતું કે, વીજળી આપણા જીવનનો મહત્ત્વપૂર્ણ સ્રોત છે. તેથી જ તેનો યોગ્ય અને મર્યાદિત ઉપયોગ કરવો આપણા સૌની નૈતિક ફરજ છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પણ બિનજરૂરી વીજ વપરાશનો ઉપયોગ ટાળવા માટે અનુરોધ કર્યો છે ત્યારે અનાવશ્યક રીતે વીજ ઉપકરણો જેવા કે, લાઇટ, પંખા, ટીવી, એસી અને અન્ય વિદ્યુત ઉપકરણો ચાલુ રાખવાથી વીજળીનો વ્યય થાય છે. વ્યક્તિગત અને સરકારી કચેરીઓમાં વીજળીનો યોગ્ય ઉપયોગ કરવો એ દરેક કર્મચારીની નૈતિક જવાબદારી છે. કાર્યસ્થળ હોય કે ઘર, ઓફિસ હોય કે અન્ય કોઈ સ્થળ દરેક જગ્યા પર કામ પૂર્ણ થયા પછી લાઇટ, પંખા, એસી, કમ્પ્યુટર સહિત અન્ય વિદ્યુત ઉપકરણોને બંધ કરવાનું ભૂલવું ન જોઈએ. એમાં પણ જો દિવસ દરમિયાન શક્ય તેટલું કુદરતી પ્રકાશનો ઉપયોગ કરવો જોઈએ. ઉર્જા બચતવાળા ઉપકરણોનો ઉપયોગ કરીને આપણે વીજળી વપરાશને બચાવી શકીએ છીએ.
ઉર્જા બચતવાળા બલ્બ અને આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવાથી વીજળીની બચત થાય છે. તેમજ અનાવશ્યક વીજ વપરાશથી સરકાર પર વધારાનો ખર્ચ આવે છે, તેથી વીજળી બચાવીને રાષ્ટ્રના સંસાધનોનું સંરક્ષણ કરી શકાય છે.
વધુમાં કલેકટરશ્રીએ કહૃાું કે, કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, પી.એમ.સૂર્યઘર (રૂફટોપ સોલાર સ્કીમ) તેમજ ખેડૂતો માટે પી.એમ.કુસુમ (પ્રધાનમંત્રી કિશાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન અભિયાન) તેમજ અન્ય યોજનાઓ હેઠળ હાલ વીજળી બચાવવા, ખર્ચ ઘટાડવા અને નવીનીકરણીય ઉર્જા અપનાવવાને પ્રોત્સાહન આપવા માટે ઘણી સરકારી યોજનાઓ સક્રિય છે, જેમાં સૌર ઉર્જા અને ઉર્જા-કાર્યક્ષમ ઉપકરણો પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તો મારો સૌ જિલ્લાવાસીઓને ખાસ અનુરોધ છે કે, આપણે સૌ વીજ બચતનો નાના પ્રયાસ શરૂ કરીને વીજ બચાવો ભવિષ્ય બચાવો આ સૂત્રને જીવનમાં ઉતારીને પર્યાવરણ સંરક્ષણ અને રાષ્ટ્રનિર્માણમાં વિશેષ યોગદાન આપીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial