Advertisement
Author: નોબત સમાચાર

બજેટ પૂર્વે શેરબજારમાં સાવધાનીપૂર્વક વલણ...!!

   તા. ૩૦-૦૧-૨૦૨૬ ના રોજ સવારે ૧૦ કલાકે....

 ભારત અને યુરોપીયન યુનિયન વચ્ચે મેગા ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડિલ થતાં દેશના ઉદ્યોગોમાં નિકાસ મોરચે અનિશ્ચિતતાના વાદળો વિખેરાવાની આશાએ ફંડોએ સપ્તાહ દરમિયાન તેજી કરી હતી. પરંતુ, વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવી રહેલી સતત વેચવાલી અને છેલ્લા ત્રણ દિવસની તેજી બાદ રોકાણકારો દ્વારા કરવામાં આવેલી નફા વસૂલીને કારણે આજે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી. આગામી બજેટને લઈને રોકાણકારો જોખમી એસેટ્સમાંથી નાણાં ખેંચીને સોના-ચાંદી જેવા સુરક્ષિત વિકલ્પો તરફ વળતા બજારમાં સાવચેતી જોવાઈ હતી.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૩૯%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૦૭% અને નેસ્ડેક ૦.૭૦% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૯% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૪૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૭૩ અને વધનારની સંખ્યા ૭૮૨ રહી હતી, ૧૯૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર એફએમસીજી સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ।.૧,૬૭,૮૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ।.૧,૬૭,૯૯૯ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ।.૧,૫૯,૨૫૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૬૮૫૩ પોઈન્ટના ઘટાડા સાથે રૂ।.૧,૬૨,૬૦૧ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ।.૩,૮૩,૮૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ।.૩,૮૯,૯૮૬ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ।.૩,૭૫,૯૦૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૩,૩૯૨ પોઈન્ટના ઉછાળા સાથે રૂ।.૩,૭૬,૫૦૧ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

લોઢા ડેવલોપર્સ (૯૪૦) : રેસિડેન્શિયલ, કોમર્શીયલ પ્રોજેક્ટ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ।.૯૨૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ।.૯૧૯ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ।.૯૬૩ થી રૂ।.૯૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ।.૯૮૮ ઉપર તેજી તરફી ધ્યાન...!!

પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ (૧૪૨૦) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ।.૧૪૦૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ।.૧૩૯૩ ના સપોર્ટથી આ સ્ટોક ૧૪૩૭ થી રૂ।.૧૪૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

નેસલે ઈન્ડિયા (૧૨૯૦) : રૂ।. ૧૨૭૪ નો પ્રથમ તેમજ રૂ।.૧૨૬૦ બીજા પેકેજ્ડ ફુડ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ।.૧૩૦૩ થી રૂ।.૧૩૧૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

ગોદરેજ કન્ઝ્યુમર (૧૧૫૪) : પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ।.૧૧૬૪ થી રૂ।.૧૧૭૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ।.૧૧૩૩ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, ભારત-યુરોપિયન યુનિયન વચ્ચેના મુકત વેપાર કરારથી ભારતીય શેરબજારની ભાવિ દિશા મધ્યમથી લાંબા ગાળે સકારાત્મક રહેવાની શક્યતા છે. ટેરિફમાં નોંધપાત્ર ઘટાડા અને યુરોપિયન બજારમાં લગભગ ડયૂટી ફ્રી પ્રવેશ મળવાથી ઉત્પાદન આધારિત કંપનીઓ, ખાસ કરીને ટેક્સટાઇલ, ફૂટવેર, કેમિકલ્સ, ફાર્મા, એન્જિનિયરિંગ ગુડ્સ અને અન્ય શ્રમલક્ષી ક્ષેત્રોની નિકાસમાં વધારો થવાની સંભાવના છે. આથી આવકમાં વૃદ્ધિ, માર્જિનમાં સુધારો અને ક્ષમતાવર્ધન માટે નવું મૂડીનિવેશ જોવા મળી શકે છે, જે લિસ્ટેડ કંપનીઓની કમાણી પર સીધી અસર કરશે. સાથે જ, વિદેશી રોકાણકારો માટે ભારત વધુ આકર્ષક બનશે, જેના કારણે એફડીઆઈ અને એફઆઈઆઈ પ્રવાહ મજબૂત થઈ શકે છે અને બજારમાં વિશ્વાસ વધશે.

બીજી તરફ, યુરોપથી લક્ઝરી કાર અને હાઇ-એન્ડ મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સની આયાત સસ્તી થવાથી સ્પર્ધા વધશે, ખાસ કરીને ઓટો અને સંબંધિત ક્ષેત્રોમાં, પરંતુ સમગ્ર અર્થતંત્ર માટે ઇનપુટ કૉસ્ટ ઘટાડા અને ગ્રાહક ખર્ચમાં સુધારો થશે. લાંબા ગાળે આ કરાર ભારતના વેપાર સંબંધોમાં વૈવિધ્યતા લાવીને મેક્રો ઇકોનોમિક સ્થિરતા મજબૂત કરશે, જે ક્રેડિટ પોઝિટિવ પરિબળ છે. જો વેપાર સરળતા, નિયમન સુધારા અને લોજિસ્ટિક્સમાં સુધારો અસરકારક રીતે અમલમાં આવે, તો ભારતીય શેરબજારમાં મેન્યુફેક્ચરિંગ, એક્સપોર્ટ-ઓરિએન્ટેડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર થીમ આધારિત સેક્ટર્સ આગેવાની લઈ શકે છે, જ્યારે કુલ બજારનો ટ્રેન્ડ રચનાત્મક રીતે બુલિશ રહેવાની સંભાવના  છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh