Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંતિમ હવાઈ સફર જ બની ગઈ અનંત યાત્રા...
નવી દિલ્હી તા. ર૮: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર વિમાન દુર્ઘટનામાં અનંત યાત્રાએ નીકળી ગયા, ત્યારે આપણા દેશમાં સંજય ગાંધીથી વિજય રૂપાણી સુધીના કેટલાક દિગ્ગજોના વિમાન કે હેલિકોપ્ટર-નેવી હવાઈ દુર્ઘટનામાં થયેલા દુઃખદ નિધનની યાદ તાજી થઈ ગઈ છે.
મહારાષ્ટ્રના બારામતી વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તથા એનસીપી નેતા અજિત પવારનું નિધન થયું છે. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કુલ પ લોકોએ જીવ ગુમાવ્ય ત્યારે આપણા દેશમાં કેટલાક દિવસથી હવાઈ દુર્ઘટનામાં થયેલા નિધનની યાદ તાજી થઈ છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી
ગુજરાતના જ અમદાવાદમાં ગયા વર્ષે જ ભીષણ વિમાન દુર્ઘટના થઈ હતી. ૧ર મી જૂને એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થતા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું. વિમાનમાં ર૪ર મુસાફરો સવાર હતાં જેમાંથી માત્ર ૧ જ વ્યક્તિનો જીવ બચાવી શકાયો હતો. વિજય રૂપાણી લંડન જઈ રહ્યા હતાં.
ટીડીપી નેતા બાલયોગી
લોકસભાના તત્કાલિન અધ્યક્ષ તથા તેલુગુ દેશમ્ પાર્ટીના નેતા જીએમસી બાલયોગીએ ૩ માર્ચ ર૦૦ર ના એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો. તેઓ આંધ્રપ્રદેશ ગોદાવરીથી ભીમાવરમ જઈ રહ્યા હતાં. તે સમયે કૃષ્ણા જિલ્લા નજીક તેમનું હેલિકોપ્ટર ક્રેશ થઈને તળાવમાં પડ્યું હતું.
ઓપી જિંદાલ અને સુરેન્દ્રસિંહ
ઉદ્યોગપતિ તથા હરિયાણાના મંત્રી ઓમ પ્રકાશ જિંદાલ અને કૃષિમંત્રી સુરેન્દ્રસિંહનું ર૦૦પ મા હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું હતું. તેમનું હેલિકોપ્ટર દિલ્હીથી ચંડીગઢ જઈ રહ્યું હતું તે સમયે સહારનપુરમાં ક્રેશ થયું.
વાયએસ રાજશેખર રેડ્ડી
આંધ્રપ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી વાયએસ રાજશેખર રેડ્ડીનું વર્ષ ર૦૦૯ માં બીજી સપ્ટેમ્બરે હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું હતું.
સંજય ગાંધી
ભારતના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીએ પણ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો. તેઓ પાયલોટ પણ હતાં. સફદરગંજ એરપોર્ટ પાસે દિલ્હી ફ્લાઈંગ ક્લબનું વિમાન ઊડાવી રહ્યા હતાં તે સમયે અચાનક જ વિમાને નિયંત્રણ ગુમાવ્યું અને ર૩ જૂન ૧૯૮૦ ના તેમનું નિધન થયું.
માધવરાય સિંધિયા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા માધવરાય સિંધિયાનું અવસાન ૩૦ સપ્ટેમ્બર, ર૦૦૧ ના વિમાન દુર્ઘટનામાં જ થયું હતું. તેઓ કાનપુર જઈ રહ્યા હતાં તે સમયે મૈનપુરી પાસે ખરાબ મોસમના કારણે તેમનું વિમાન ક્રેશ થયું હતું.
સીડીએસ જનરલ
બિપીન રાવત
ભારતના પ્રથમ સીડીએસ જનરલ બિપીન રાવતનું નિધન પણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જ થયું હતું. ૮ સપ્ટેમ્બર, ર૦ર૧ ના સુલુરથી વેલિંગ્ટન જતા સમયે તમિલનાડુના કુન્નુર પાસે હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial