Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલ તા. ૩૧ જાન્યુઆરીએ નિઃશુલ્ક આયોજનઃ
જામનગર તા. ૩૦: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તેમજ નિયામક આયુષની કચેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારી-જામનગર દ્વારા તા. ૩૧-૧-ર૬, શનિવારના જામજોધપુરમાં 'આયુષ મેળા'નું આયોજન કરવામાં આવ્યું છે. આપણી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ એવી આયુર્વેદ અને હોમિયોપેથીના સિદ્ધાંતોનો પ્રચાર-પ્રસાર થાય અને લોકો આયુર્વેદના ઉપયોગથી પોતાની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે તેવા હેતુથી આ પ્રજાલક્ષી કાર્યક્રમ યોજાનાર છે.
આ મેળામાં વિવિધ સ્ટોલ્સના માધ્યમથી આયુર્વેદ અને હોમિયોપેથી સર્વરોગ નિદાન સારવાર, પ્રકૃતિ અને નાડી પરિક્ષણ બાળકો માટે સૂવર્ણ પ્રાશન, પંચકર્મ અને અગ્નિકર્મ માર્ગદર્શન જેવી સેવાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત, રોગપ્રતિકારક ઔષધ વિતરણ (સંશમની વટી અને આર્સેનિક આલ્બમ), સ્વાસ્થ્યવર્ધક ઉકાળા વિતરણ, વૃદ્ધાવસ્થા જન્ય રોગોની ખાસ ઓ.પી.ડી. તેમજ રસોડામાં વપરાતી ઔષધિઓના પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
નાગરિકોમાં જાગૃતિ લાવવામાટે આયુર્વેદ માટે પ્રદર્શન અને પર્યાવરણના જતન માટે નિઃશુલ્ક ઔષધ રોપાનું વિતરણ પણ કરવામાં આવશે.
આ આયયુષ મેળો જામજોધપુરમાં એસ.ટી. બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ 'શ્રી કડવા પાટીદાર જ્ઞાતિ સેવા સમાજ'માં સવારે ૯-૩૦ થી બપોરે ર વાગ્યા સુધી યોજાશે. જામજોધપુર તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના તમામ નાગરિકોને આ નિઃશુલ્ક આરોગ્ય સેવાનો લાભ લેવા જિલ્લા આયુર્વેદ અધિકારીએ અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial