Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલ પોલીસે વડોદરા જેલમાં ધકેલી દીધોઃ
જામનગર તા. ૫: ખંભાળિયા પોલીસ મથકમાં ૨૬ વર્ષ પહેલાં નોંધાયેલા હત્યાના એક ગુન્હામાં ર૦ વર્ષની સજા પામેલો એક આરોપી ઓક્ટોબર મહિનામાં ૧૪ દિવસના પેરોલ પર મુક્ત થઈ પોબારા ભણી ગયો હતો. આ શખ્સને ધ્રોલમાંથી પકડી પાડી જેલહવાલે કરાયો છે.
ખંભાળિયા પોલીસ મથકમાં વર્ષ ૧૯૯૯માં હત્યાનો એક ગુન્હો નોંધાયો હતો. તે ગુન્હામાં જામનગરના સેટેલાઈટ સોસાયટી વિસ્તારમાં રહેતા શબ્બીરમિયાં અજીઝમિયાં સૈયદ (ઉ.વ.પ૦)નું નામ ખૂલ્યું હતું.
ઉપરોક્ત કેસ ચાલી જતાં અદાલતે આ આરોપીને ૨૦ વર્ષની કેદની સજા ફટકારી હતી. ત્યારપછી આ આરોપીને વડોદરાની જેલમાં સજા કાપવા માટે મોકલી આપવામાં આવ્યો હતો. તે દરમિયાન જેલ અને સુધારાત્મક વહીવટી કચેરીના પોલીસ મહાનિર્દેશક-અમદાવાદના હુકમથી ગયા ઓક્ટોબર મહિનામાં ૧૪ દિવસ માટે શબ્બીરમિયાં સૈયદને પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો હતો.
ત્યારપછી ગઈ તા.૩૧ ઓક્ટોબરના દિને આ શખ્સને વડોદરાની મધ્યસ્થ જેલમાં હાજર થઈ જવાનું હતું પરંતુ હાજર થવાના બદલે શબ્બીરમિયાં નાસી ગયો હતો. ઉપરોક્ત આરોપી ધ્રોલ શહેરના ભરવાડ શેરી વિસ્તારમાં આવ્યો હોવાની બાતમી મળતા ધ્રોલના પીઆઈ એચ.વી. રાઠોડની સૂચનાથી ધસી ગયેલી પોલીસ ટીમે આ શખ્સની અટકાયત કરી તેને વડોદરાની જેલમાં ધકેલી દીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial