Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી. પહેલગામ આતંકી હુમલાને લઈ ભારત કોઈપણ ક્ષણે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને સંપૂર્ણ લશ્કરી જવાબ આપવા તૈયારી કરી રહ્યાના અને પાકિસ્તાન પણ યુદ્ધની તૈયારી કરી રહ્યાના અહેવાલોએ બન્ને દેશો વચ્ચે યુદ્ધનું ટેન્શન વધતાં અને બીજી તરફ અમેરિકા અને ચીન બંને ટેરિફના મુદ્દા પર પાછળ હટવા તૈયાર ન હોવાને કારણે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા જોવાઈ હતી. જ્યારે જીઓપોલિટીકલ ટેન્શનના પરિણામે આજે ભારતીય શેરબજારમાં પણ ઉછાળે સાવચેતી જોવા મળી હતી.
પ્રથમ વખત સ્થાનિક સંસ્થાઓ એનએસઈ ૫૦૦ કંપનીઓમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો કરતાં વધુ હિસ્સો ધરાવે છે, નાણાકીય વર્ષ ૨૦૨૫ના ચોથા કવાર્ટરમાં સ્થાનિક સંસ્થાઓનો હિસ્સો ૧૮.૧૧% જોવા મળ્યો. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોનો આઉટફ્લો હોવા છતાં, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ બજારની સ્થિરતાને મજબુત કરી છે.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૮૬%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૬૩% અને નેસ્ડેક ૧.૫૨% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૩% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેલિકોમ્યુનિકેશન, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૧૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૯૩ અને વધનારની સંખ્યા ૧૪૫૦ રહી હતી, ૧૭૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા.... મિત્રો, ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત અને બજારોની અનિશ્ચિતતા અને ઉથલપાથલ બાદ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે તેની તાજેતરની આગાહીમાં, વૈશ્વિક વૃદ્ધિના અંદાજને ઘટાડી ૩% થી નીચે કર્યો છે અને જો અનિશ્ચિતતા ચાલુ રહે તો વધુ ખરાબ થવાની ચેતવણી આપી છે. શેરબજારોની વાત કરીએ તો વિશ્વના અનેક બજારોમાં સૂચકાંકોમાં ઘટાડો થયો અને પછી તેજી પણ જોવાઈ, પરંતુ બેન્ચમાર્ક એસ એન્ડ પી ૫૦૦ તેના ઉચ્ચતમ સ્તરથી પાછળ રહ્યો અને રોકાણકારોએ વિશ્વભરમાં અબજોનું નુકસાન કર્યું હતું. ટેરિફના ભયે, વૈશ્વિક મંદીની શક્યતા વધારી છે, કારણ કે કંપનીઓ અને કેન્દ્રીય બેંકરો યુએસ નીતિઓના આધારે નિર્ણયો લેવાનો પ્રયાસ કરે છે.
જેપી મોર્ગન અને ગોલ્ડમેન જેવી સંસ્થાના અર્થશાસ્ત્રીઓ, તેમજ રેટિંગ એજન્સીઓ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, વધુને વધુ નિરાશાવાદી બની રહ્યા છે અને વૈશ્વિક અર્થતંત્રમાં ઘટાડો થવાની અપેક્ષા રાખે છે. એપ્રિલમાં ટેરિફની જાહેરાત પહેલાં જ, યુએસ ફેડરલ રિઝર્વે યુ.એસ. માટે તેના વિકાસ અનુમાનને ડાઉનગ્રેડ કર્યું હતું. આમ, અમેરિકામાં મંદીની શક્યતાઓ પ્રબળ બની છે.
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુન ગોલ્ડ રૂ.૯૨૮૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૩૦૦૩ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૨૫૪૩ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૪૧૩ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૯૨૭૫૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે મે સિલ્વર રૂ.૯૪૨૪૨ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૪૨૪૨ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૪૨૪૨ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૬૫૯ પોઈન્ટના ઘટાડા સાથે ૯૪૨૪૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રૂખ....
ટાટા કોમ્યુનિકેશન્સ (૧૫૮૦) : ટાટા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૬૫ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૪૪ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૦૬ થી રૂ.૧૬૨૦ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૬૨૭ ઉપર તેજી તરફી ધ્યાન...!!
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (૧૪૦૪) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૩૭૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૨૪ થી રૂ.૧૪૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
ગોદરેજ કન્ઝ્યુમર (૧૨૬૦) : રૂ.૧૨૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૨૩૦ બીજા સપોર્ટથી પર્સનલ કેર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૭૭ થી રૂ.૧૨૯૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે...!!
રામકો સિમેન્ટ્સ ( ૯૪૫ ) : સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૫૮ થી રૂ.૯૭૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૯૧૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!
એસબીઆઈ કાર્ડ્સ ( ૮૭૬ ) : રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૮૫૦ સ્ટોપલોસ ધ્યાને લઈ નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૮૯૦ થી રૂ.૯૦૦ આસપાસ તેજી તરફી ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.