Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૧ ફેબ્રુઆરી, રવિવાર અને મહા સુદ પૂનમનું રાશિફળ

ધન સહિત બે રાશિના જાતકોને યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાત લાભદાયી રહેે. પારિવારિક  કામમાં વ્યસ્તતા જણાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. મહત્ત્વની વ્યક્તિ સાથેની મુલાકાત લાભદાયી  બની રહે.

શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૬-૩

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં વ્યસ્તતા-દોડધામ-ખર્ચ જણાય પરંતુ આનંદ  અનુભવાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૮-૪

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કાર્યમાં સહકાર્યવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.  બપોર પછી  વ્યગ્રતા-બેચેની અનુભવાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૭

 

Cancer (કર્ક: ડ-હ)

બપોર સુધી આપ હરો-ફરો-કામ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. બપોર  પછી શાંતિ થાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૫-૧

 

Leo (સિંહ: મ-ટ)

સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય, પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે  છે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૬-૮

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

સિઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગ સાથે વાદ-વિવાદ, ગેરસમજથી સંભાળવું પડે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૩-૯

 

Libra (તુલા: ર-ત)

આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. આપે સ્વાસ્થ્યની કાળજી  રાખવી.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૭-૨

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપે સિઝનલ તેમજ વાયરલ બીમારીથી સંભાળવું પડે. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને આપને ચિંતા-ખર્ચ  જણાય.

શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૬-૧

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ અનુભવાય. બપોર પછી કામકાજ અંગે આપ વ્યસ્ત રહો.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૪-૯

 

Capricorn (મકર: ખ-જ)

આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી, મિત્રતાના કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ-શ્રમ  જણાય.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૫-૮

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

બપોર સુધી કામકાજનો ઉકેલ આવતો જાય. સંતાનનો સહકાર મળી રહે. આપના કામની  કદર-પ્રશંસા થાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૪

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

માનસિક વ્યગ્રતામાં દિવસ પસાર થાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડ રહે. બપોર પછી  રાહત થાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૯



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh