Advertisement
Author: નોબત સમાચાર

નિફટી ફ્યુચર ૨૫૨૦૨ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

તા. ૨૩-૭-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે....

વિદેશી વૈશ્વિક સ્તરે ફરી જીઓપોલિટિકલ ટેન્શન અને ચોમાસાની સારી પ્રગતિ છતાં કોર્પોરેટ પરિણામોમાં અનેક પડકારોને લઈ સાધારણથી નબળા પરિણામોની ધારણા છતાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સાથે અમેરિકાની ટ્રેડ ડિલ ટૂંક સમયમાં જ થવાની શકયતાના નિવેદન અને ભારત સાથે કેટલા ટેરિફ પર ડિલ થશે એ મામલે સમીક્ષકો પોઝિટીવ અનુમાને આજે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું હતું.

બેંકિંગ ક્ષેત્રે એચડીએફસી બેંકના પ્રથમ એક શેર દીઠ એક શેર બોનસ આપવાના નિર્ણય અને અપેક્ષાથી સારા પરિણામ તેમજ આઈસીઆઈસીઆઈ બેંકના પણ પોઝિટીવ રિઝલ્ટ આકર્ષણે આજે ફંડો દ્વારા નીચા મથાળે નવી લેવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ઉછાળો નોંધાયો હતો.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૩૦%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૦૬% વધીને અને નેસ્ડેક ૦.૩૯% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૪% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૧૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૦૮ અને વધનારની સંખ્યા ૧૩૫૯ રહી હતી, ૧૫૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ. ૧,૦૦,૪૫૩ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૧,૦૦,૪૫૩ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૧,૦૦,૩૩૫ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૭૦ પોઈન્ટના ઉછાળા સાથે રૂ. ૧,૦૦,૩૯૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ. ૧,૧૬,૨૦૪ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૧,૧૬,૨૭૫ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૧,૧૬,૧૦૧ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૫૭૭ પોઈન્ટના ઘટાડા સાથે રૂ. ૧,૧૬,૨૩૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સેક્ટર મુવમેન્ટ... ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર એફએમસીજી, ઇન્ડસ્ટ્રીયલ, કેપિટલ ગુડ્સ અને રિયલ્ટી સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી, ઇટર્નલ લિ., અદાણી પોર્ટસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, એનટીપીસી લિ. ટાટા સ્ટીલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા શેરો ૩% થી ૧% સુધીના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે ટેક મહિન્દ્રા, ટાઈટન કંપની લિ., ટ્રેન્ટ લિ., બીઈએલ, હિન્દુસ્તાન યુનીલીવર, એશિયન પેઈન્ટ, આઈટીસી લિ., સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને સન ફાર્મા જેવા શેરો ૨.૦% થી ૦.૫% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

ટેક મહિન્દ્ર (૧૫૪૭) : કમ્પ્યુટર્સ - સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ. ૧૫૨૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ. ૧૫૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ. ૧૫૬૩ થી રૂ. ૧૫૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ. ૧૫૭૭ ઉપર તેજી તરફી ધ્યાન...!!

ભારત ફોર્જ (૧૨૧૨) : ઓટો કોમ્પોનન્ટ્સ એન્ડ ઈક્વિપમેન્ટ સેક્ટરના આ સ્ટોક રૂ. ૧૧૯૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ. ૧૧૮૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ. ૧૨૩૪ થી રૂ. ૧૨૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

અદાણી એનર્જી સોલ્યુશન્સ (૮૭૦) : રૂ. ૮૪૪ નો પ્રથમ તેમજ રૂ. ૮૩૦ બીજા સપોર્ટથી પાવર ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. ૮૮૯ થી રૂ. ૮૯૮ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે...!!

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (૮૧૪) : પબ્લિક બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ. ૮૩૪ થી રૂ. ૮૪૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ. ૭૮૭ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ આધારીત ફુગાવાનો દર ચાલુ વર્ષે સરેરાશ ૪% રહેશે તેવો અંદાજ રેટિંગ એજન્સી ક્રિસિલે તેના રિસર્ચ રિપોર્ટમાં આપ્યો છે. ગત વર્ષે સરેરાશ રિટેલ ફુગાવાનો દર ૪.૬% રહ્યો હતો. ક્રિસિલના મતે ચાલુ વર્ષે જીડીપી ગ્રોથ ૬.૫% રહેશે તેવો અંદાજ છે જેમાં વિપરીત સંજોગોની સ્થિતિમાં ઘટાડાનું જોખમ છે. જો ચોમાસું સારું રહેશે અને રેપો રેટમાં ઘટાડો થશે તો ગ્રોથને સપોર્ટ મળશે. સિસ્ટમમાં લિક્વિડિટીનો સપોર્ટ છે, જે અર્થતંત્રની નાણાકીય પરિસ્થિતિને મદદરૂપ થશે પરંતુ મૂડીપ્રવાહ વોલેટાઈલ રહેવાની સંભાવના છે કારણ કે ડોલર સામે રૂપિયામાં વોલેટિલિટી જોવાઈ રહી છે. બેન્ક ક્રેડિટ ધી મું રહેશે તેવી સંભાવના છે.

મે મહિના સુધીના ઉપલબ્ધ ડેટા સંકેત કરે છે કે બેન્ક ક્રેડિટ ગ્રોથ પ્રથમ ક્વાર્ટરમાં નરમ પડ્યો છે. ફુગાવો નીચો આવશે તેને પગલે મોનિટરી પોલિસી કમિટી ચાલુ નાણાકીય વર્ષમાં વધુ એક વાર રેપો રેટમાં ઘટાડો કરશે તેવી સંભાવના છે. ત્યારબાદ તે રેટ યથાવત્ રાખશે. જોકે વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે મૂડીપ્રવાહ અને કરન્સી મૂવમેન્ટમાં વોલેટિલિટી ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે એમપીસીની જૂન મહિનાની મીટિંગમાં રેપો રેટમાં ૦.૫૦%નો ઘટાડો કરાયો હતો જેને પગલે રેપો રેટ ઘટીને ૫.૫% થયો હતો. ક્રિસિલના અંદાજ અનુસાર ચાલુ વર્ષે જો વધુ એક વાર વ્યાજદરમાં ઘટાડો થાય અને તે ઘટાડો ૦.૨૫નો હોય તો રેપો રેટ ૫.૨૫% થઈ શકે છે.



Advertisement
Advertisement
close
Ank Bandh