Advertisement
Author: નોબત સમાચાર

ઓપરેશન સિંદૂર ટાણે મેં હસ્તક્ષેપ કરીને યુદ્ધ અટકાવી શાહબાઝને મરતા બચાવ્યાઃ ડોનાલ્ડ ટ્રમ્પ

એક વખત ફરીથી ભારત-પાકિસ્તાનનું યુદ્ધ અટકાવવાના દાવા સાથે અમેરિકાના રાષ્ટ્રપતિએ કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટઃ વૈશ્વિક સનસનાટી ફેલાઈ

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. રપઃ આજે સવારે આવેલા સનસનાટીભર્યા અહેવાલો મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવો ઘટસ્ફોટ કર્યો છે. ટ્રમ્પે નવો દાવો કર્યો છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન તેમણે હસ્તક્ષેપ કરી પાક. પીએમને મરતા બચાવ્યા હતાં. ટ્રમ્પે ફરી ૮ યુદ્ધ રોકવાની પીપૂડી વગાડી હતી. સ્ટેટ ઓફ ધ યુનિયનને સંબોધન કરતા તેમણે અમેરિકાનો સુવર્ણ કાળ ચાલતો હોવાનો દાવો પણ કર્યો હતો, અને કહ્યું હતું કે, ભારત-પાક. યુદ્ધ રોકી તેમણે ૩.પ૦ કરોડ લોકોનો જીવ બચાવ્યો છે.

આજે સવારે આવેલા અહેવાલો મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સ્ટેટ ઓફ ધ યુનિયન સંબોધન દરમિયાન એક સનસનાટીભર્યો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનના વડાપ્રધાનનો જીવ બચાવ્યો હતો, જેમની હત્યા થઈ શકી હોત. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ સહિત આઠ યુદ્ધો અટકાવવાના પોતાના દાવાને પુનરાવર્તિત કર્યો.

જો કે, તેમના સ્ટેટ ઓફ ધ યુનિયન સંબોધનમાં તેમણે એક ચોંકાવારો ખુલાસો કરતા કહ્યું કે તેમણે ભારતના ઓપરેશન શિંદૂરને રોકીને પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફનો જીવ બચાવ્યો હતો. ટ્રમ્પે વધુમાં દાવો કર્યો કે પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે તેમને કહ્યું હતું કે, જો તેમણે હસ્તક્ષેપ ન કર્યો હોત, તો ગયા વર્ષે ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનમાં ૩પ મિલિયન લોકો મૃત્યુ પામ્યા હોત.

ટ્રમ્પનું નિવેદન સ્પષ્ટપણે દર્શાવે છે કે, મે ર૦રપ ના ભારત સામે ચાર દિવસના લશ્કરી સંઘર્ષ દરમિયાન પાકિસ્તાન પાછળ હટી ગયું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સંબોધનમાં કહ્યું, મારા પહેલા ૧૦ મહિનામાં મેં કંબોડિયા અને થાઈલેન્ડ સહિત આઠ યુદ્ધો અટકાવ્યા. આ કોઈ મજાક નથી. પાકિસ્તાન અને ભારત વચ્ચે પરમાણુ યુદ્ધ ફાટી શક્યું હોત. પાકિસ્તાની વડાપ્રધાને મને કહ્યું કે, જો મેં હસ્તક્ષેપ ન કર્યો હોત, તો ૩પ મિલિયન લોકો મૃત્યુ પામ્યા હોત.

ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળના તેમના પ્રથમ સ્ટેટ ઓફ ધ યુનિયન સંબોધન દરમિયાન તેમની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતી વખતે આ દાવા કર્યા છે.

નોંધનીય છે કે, ભારત સતત એવું કહેતું રહ્યું છે કે, ભારત-પાકિસ્તાન વિવાદમાં કોઈ ત્રીજા દેશનો હસ્તક્ષેપ થયો નથી, જ્યારે પાકિસ્તાન ટ્રમ્પની મધ્યસથીનો શ્રેય આપે છે.

આ સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમની વિદેશીઓ પ્રત્યેના વલણનો પુનરોચ્ચાર કર્યો કે સોમાલી ચાંચિયાઓએ લાંચ, ભ્રષ્ટાચાર અને અરાજક્તા દ્વારા મિનેસોટામાં તોડફોડ કરી હતી. વિદેશીઓ પ્રત્યેના વલણનો સીધો અર્થ વિદેશીઓ અથવા અજાણ્યાઓથી ડરવું અથવા નફરત કરવી થાય છે. અનિયમિત ઈમીગ્રેશન અને ખુલ્લી સરહદો દ્વારા અહીં આ સંસ્કૃતિઓનું આગમન અમેરિકામાં પણ તે સમસ્યાઓ લાવે છે. આના પર મિનેસોટાના ડેમોક્રેટિક કોંગ્રેસના સભ્ય, ઈલ્હાન ઓમરે, તેમના સ્થાનેથી રાષ્ટ્રપતિને જૂઠા કહ્યા, તો ટ્રમ્પે કહ્યું કે તેમના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ હવે તેમની સરકાર વતી છેતરપિંડી સામેના યુદ્ધનું નેતૃત્વ કરશે.

તેમના સ્ટેટ ઓફ ધ યુનિયન સંબોધનમાં ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ટેરિફ નીતિનો બચાવ કરતા કહ્યું કે, તેમણે દેશ માટે, ખાસ કરીને આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષા મોરચે, મહાન સોદા મેળવવા માટે વૈશ્વિક ટેરિફનો ઉપયોગ કર્યો હતો. ટેરિફ પર સુપ્રિમ કોર્ટના તાજેતરના ચૂકાદાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા ટ્રમ્પે કહ્યું, બધું સારૂ ચાલી રહ્યું હતું. જે દેશો દાયકાઓથી આપણું શોષણ કરી રહ્યા હતાં તેઓ હવે આપણને સેંકડો અબજો ડોલર ચૂકવી રહ્યા હતાં. ડેમોક્રેટ્સ પણ આ જાણતા હતાં. મારૃં માનવું છે કે, વિદેશી દેશો જે ટેરિફ ચૂકવી રહ્યા છે તે આપણા દેશમાં આધુનિક આવકવેરા પ્રણાલીને મોટાભાગે બદલશે. આનાથી મારા દેશવાસીઓ પરનો મોટો નાણાકીય બોજ ઓછો થશે.

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, માત્ર ચાર દિવસ પહેલા, યુનાઈટેડ સ્ટેટ્સ સુપ્રિમ કોર્ટે એક ખરાબ નિર્ણય લીધો હતો. પરંતુ સારા સમાચાર એ છે કે લગભગ બધા દેશો અને કોર્પોરેશનો તેઓ જે સોદા કરી ચૂક્યા છે તેને જાળવી રાખવા માગે છે, કારણ કે તેઓ એ જાણે છે કે રાષ્ટ્રપતિ તરીકે મારી પાસે નવો સોદો કરવાની કાનૂની શક્તિ છે તે તેમના માટે ઘણી ખરાબ હોઈ શકે છે, અને તેથી તેઓ સુપ્રિમ કોર્ટના અયોગ્ય હસ્તક્ષેપ પહેલા અમે જે સફળ માર્ગ પર વાટાઘાટો કરી હતી તે જ માર્ગ પર આગળ વધશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh