Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોલિયા પરિવાર, સમાજ તથા હાલાર પંથકનું ગૌરવઃ
જામનગર તા. ર૩: હાલ જામનગર નિવાસી ખેડૂત દિનેશભાઈ મોલિયાની પુત્રી મિરલબેને ભારત દેશની બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં ૫સંદગી થતા સમગ્ર લેઉવા પટેલ સમાજનું તથા પરિવારનું ગૌરવ વધાર્યુ છે.
જામનગર તા. ર૩: જામનગર જિલ્લાના વરણા ગામના મૂળ વતની અને હાલ જામનગરના ગોકુલનગર વિસ્તારમાં મુરલીધરનગરમાં સ્થાયી થયેલા એક સામાન્ય ખેડૂત પરિવારની રર વર્ષિય દીકરી મિરલબેન દિનેશભાઈ મોલિયાએ અદમ્ય સાહસ અને પુરુષાર્થનું ઉદાહરણ પૂરૃં પાડ્યું છે. મિરલબેને ભારત દેશની બોર્ડર સિક્યુરીટી ફોર્સ (બી.એસ.એફ)માં જોડાઈને માત્ર મોલિયા પરિવારનું જ નહીં, પરંતુ સમગ્ર લેઉવા પટેલ સમાજ અને હાલાર પંથકનું ગૌરવ વધાર્યું છે.
લેઉવા પટેલ સમાજની દીકરીઓ સામાન્ય રીતે અન્ય ક્ષેત્રોમાં આગળ હોય છે, પરંતુ દેશની રક્ષા કાજે ડિફેન્સમાં જોડાવાનો કદાચ આ વિરલ કિસ્સો હોવાથી સમાજમાં અનેરો આનંદ છવાયો છે. મિરલબેને ધોરણ ૧૦ પછી એમ.એસ.સી.જી.ડી. (સ્ટાફ સિલેક્શન કમિશન) દ્વારા લેવાતી કઠિન પરીક્ષાઓ પાસ કરી છે. ભૂજમાં ગ્રાઉન્ડ ટેસ્ટ અને રાજકોટમાં લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પછી તેમણે મેડિકલ અને ફિઝિકલ ટેસ્ટ પણ સફળતાપૂર્વક પાર કરી હતી.
સમગ્ર ગુજરાતમાંથી પસંદગી પામેલી માત્ર રર યુવતીઓમાં અને જામનગર જિલ્લાની બે યુવતીઓમાં સ્થાન મેળવીને મિરલબેને સાબિત કર્યું છે કે, ખેડૂતની દીકરી ધારે તો ખેતરથી લઈને સરહદ સુધીના કોઈપણ મોરચે વિજય મેળવી શકે છે. મિરલબેનને નાનપણથી જ દેશસેવા અને ડિફેન્સ ક્ષેત્રે જોડાવાનું એક વિશેષ આકર્ષણ હતું, જે સપનું આજે તેમના માતા-પિતાના આશીર્વાદ અને તેમની મહેનતથી સાકાર થયું છે.
સરકાર દ્વારા તેમની નિયુક્તિ નોર્થ બંગાળના પંજીપારામાં કરવામાં આવી છે, જ્યાં તેઓ દેશની સરહદની સુરક્ષાની જવાબદારી સંભાળશે. તેમની ફરજ માત્ર સીમાડા સાચવવાની જ નહીં, પરંતુ ત્યાં થતી પશુઓની તસ્કરી અને નશાકારક પદાર્થોની હેરફેર રોકવાની પણ રહેશે. આ પડકારજનક કામગીરીમાં તેઓ દૈનિક ૬ કલાકની સઘન ફરજ બજાવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial