Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માધ્યમિક શિક્ષણ બોર્ડનું સમગ્ર રાજ્યનું ૮૩.૦૮ ટકા રિઝલ્ટઃ ઊંચુ પરિણામ આવતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ
જામનગર તા. ૮: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત્ ફેબ્રુઆરી-માર્ચ ર૦રપ માં લેવામાં આવેલ ધો. ૧૦ ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે. બોર્ડનું ૮૩.૦૮ ટકા જેટલું ઊંચું પરિણામ આવ્યું છે. જેમાં જામનગર જિલ્લાનું ૮પ.પપ ટકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ૮૩.૪૮ ટકા પરિણામ આવ્યું છે. જામનગરમાં ૮૭૩ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ર૦૮ વિદ્યાર્થીઓએ એ-૧ મા સ્થાન મેળવ્યું છે.
રાજ્યમાં તાજેતરમાં લેવામાં આવેલ એસ.એસ.સી. (ધો. ૧૦) ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે. ઊંચુ પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા છે.
રાજ્યનું પરિણામ ૮૩.૦૮ ટકા આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા ૮૯.ર૯ ટકા અને સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો ખેડા ૭ર.પપ ટકા પરિણામ સાથે નોંધાયો છે. રાજ્યની ૧પ૭૪ શાળાનું પરિણામ ૧૦૦ ટકા અને ૪પ શાળાનું શૂન્ય ટકા પરિણામ આવ્યું છે.
જામનગરમાં ૧૪,પ૧૪ વિદ્યાર્થીઓ નોંધાયા હતાં તેમાંથી ૧૪,રપર વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતાં. એ-૧ માં ૮૭૩, એ-ર માં ર૧૮૭, બી-૧ માં ર૭પ૦, બી-ર માં ર૯૧૩, સી-૧ માં રપપ૩ અને સી-ર માં ૧૧૦૦, ડી માં ં૭૮, ઈ-૧ માં શૂન્ય મળી કુલ ૮પ.પપ ટકા પરિણામ આવ્યું છે.
તેવી જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૭૯પ૩ વિદ્યાર્થીઓમાંથી ૭૮૪૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં એ-૧ માં ર૦૮, એ-ર માં ૯૮૩, બી-૧ માં ૧૪૯૦, બી-ર માં ૧૭૮૦, સી-૧ માં ૧૪પ૭ અને સી-ર માં પ૯૦, ડી માં ૩૯ મળી જિલ્લાનું ૮૩.૪૮ ટકા પરિણામ આવ્યું છે.
જામનગરમાં ૧૦ ટકા થી ઓછા પરિણામવાળી શાળા ૦, ૧૧ થી ર૦ ટકા પરિણામ મેળવનારી શાળાની સંખ્યા ૧, ર૧ થી ૩૦ ટકાવાળી ૩, ૩૧ થી ૪૦ ટકાવાળી શાળા ૧૦, ૪૧ થી પ૦ ટકાવાળી શાળા ૧ર, પ૧ થી ૬૦ વાળી ૧૬, ૬૧ થી ૭૦ ટકાવાળી રપ, ૭૧ થી ૮૦ ટકાવાળી ૪૬, ૮૧ થી ૯૦ વાળી પ૦, ૯પ થી ૯૯ વાળી ૭૮ અને ૧૦૦ ટકા પરિણામવાળી ૪૧ શાળા છે. તેવી જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૦ ટકાથી ઓછા પરિણામવાળી શાળા ૧, ૧૧ થી ર૦ ટકાવાળી ર, ર૧ થી ૩૦ ટકાવાળી શૂન્ય, ૩૧ થી ૪૯ ટકાવાળી ર, ૪૧ થી પ૦ ટકાવાળી ૭, પ૧ થી ૬૦ વાળી ૮, ૬૧ થી ૭૦ વાળી ૧૮, ૭૧ થી ૮૦ ટકાવાળી ૧૭, ૮૧ થી ૯૦ ટકાવાળી ૩૭, ૯૧ થી ૯૦ વાળી ૪૧ અને ૧૦૦ ટકાવાળી રપ શાળા છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની એક પણ શાળાનું પરિણામ શૂન્ય ટકા આવ્યું નથી. જ્યારે ૧૦૦ ટકા પરિણામવાળી જામનગરમાં ૪૧ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની રપ શાળા છે.
કેન્દ્રવાઈસ પરિણામ જોઈએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડનું ૮૪.૧૦ ટકા, દ્વારકાનું ૭૪.૯૩ ટકા, જામરાવલનું ૭૪.૩૫ ટકા, ખંભાળિયાનું ૮પ.૩૭ ટકા, મીઠાપુર ૭૩.૩૧ ટકા, ભાટિયા ૯૦.ર૪ ટકા, કલ્યાણપુરનું ૭૯.૮૧ ટકા, અને નંદાણાનું ૯ર.૩પ ટકા જ્યારે જામનગર જિલ્લામાં ધ્રોળનું ૯૩.૮૭ ટકા, જામજોધપુર ૮પ.૮૪, જામનગર સિટી ૮૭.પપ, જામનગર (દિગ્વિજય) ૮૬.૧૪, કાલાવડનું ૮ર.૬૬, જોડિયા ૯૧.પ૭, લાલપુર ૭૭.૬પ, સિક્કાનું ૬૪.૩૭ ટકા અને જાંબુડા પાટિયા ૭૮.૩પ ટકા પરિણામ આવ્યું છે.
આમ હાલારનું પણ સારૂ પરિણામ આવ્યું છે. આથી વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial