Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયા તા. ૩૦: સલાયામાં ઘણા સમયથી જુની બંધ રેલવે લાઈનનું કામ પુરજોશમાં ચાલુ છે. આ કામગીરી દરમ્યાન આ વોર્ડ નંબર ૬ અને ૭ને પાણી પૂરૃં પાડતી પાઈપ લાઈન તૂટી ગઈ છે એવું સ્થાનિકોનું કહેવું છે. જે ઘણાં સમયથી હજુ પણ તૂટેલી છે. જેથી સ્થાનિકોને પાણી મળતું નથી.
તેમજ આ રેલવે લાઈનની એક બાજુ સરકારી નિશાળ આવેલ છે. જેથી સ્થાનિકો દ્વારા આ નિશાળમાં જવા માટે છોકરાઓને તકલીફ ન પડે એ માટે વ્યવસ્થિત વ્યવસ્થા કરવા માંગ કરાઈ છે, જેથી બાળકો ભય વિના સ્કૂલ તરફ જઈ શકે. આ બંને માંગણીઓ સાથે આ રેલવે વિભાગની કામગીરીને સ્થાનિકોએ અટકાવી છે. સ્થાનિકો સાથે આ વોર્ડના નગર પાલિકાના સદસ્ય ફિરોઝ સંઘાર, નગર પાલિકાના ઉપપ્રમુખ સાલેમામદ ભગાડ, તેમજ આગેવાન અકબર ભાયા પણ જોડાયા હતાં. સ્થાનિકોની માંગણીઓ ઝડપથી પૂરી કરવા તંત્રને અપીલ કરાઈ હતી. તેમજ આ રેલવે વિભાગ દ્વારા બનાવેલ અંડર બ્રિજમાં પણ હાલ ઉનાળામાં પાણી ભરાઈ જતું હોય જે બાબતે યોગ્ય કરવા માંગ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial