Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોકડ, સ્કૂટર, મોબાઈલ મળી અડધા લાખનો મુદ્દામાલ ઝબ્બેઃ
જામનગર તા. ૨૩: ઓખામંડળના મીઠાપુર નજીકના ભીમરાણા ગામમાં એક આસામીના મકાનમાં બુધવારની રાત્રે મીઠાપુર પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા નાલ ઉઘરાવી જુગાર રમાડતા આ આસામી તથા જુગાર રમતા બે મહિલા સહિત છ વ્યક્તિ પકડાઈ ગયા હતા. રોકડ, સ્કૂટર, મોબાઈલ મળી રૂ।.અડધા લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા મીઠાપુર નજીકના ભીમરાણા ગામમાં એક મકાનમાં બુધવારની રાત્રે કેટલાક શખ્સો એકઠા થઈ મકાન માલિકને નાલ આપી જુગાર રમતા હોવાની બાતમી મળતા મીઠાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે રાત્રે એકાદ વાગ્યે ધર્મેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ વાઢેરના મકાનમાં દરોડો પાડ્યો હતો.
આ સ્થળે ગંજીપાના વડે જુગાર રમી રહેલા ધર્મેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ વાઢેર, બિન્દુબેન મનિષભાઈ સરપદડીયા, મમતાબેન પ્રવીણભાઈ વાજા, મહાવીરસિંહ જયેન્દ્રસિંહ વાઢેર, હરદેવસિંહ ચંદુભા વાઢેર, સરીફ ઉર્ફે બંગાલી ઈસ્માઈલભાઈ પઠાણ નામના છ વ્યક્તિ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ।.૧૩૮૪૦ રોકડા, જીજે-૩૭-એલ ૯૮૭૫ નંબરનું એક્ટિવા, રૂ।.૩ હજારનો એક મોબાઈલ મળી કુલ રૂ।.૫૬,૮૪૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે અને તમામ સામે જુગારધારાની કલમ ૪, પ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial