Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ, ધારાસભ્યો, મેયર, અન્ય હોદ્દેદારો, કોર્પોરેટરો, પૂર્વ હોદ્દેદારો તથા કાર્યકર્તાઓએ આપ્યો આવકારઃ
જામનગર તા. ર૯: ગુજરા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને મોવડીઓ સાથે ચર્ચા પછી શહેર પ્રમુખ બીનાબેન કોઠારીએ જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા શહેર ભાજપના નવા માળખાની રચના કરી છે. જેમાં ૮ ઉપપ્રમુખો, ૮ મંત્રીઓ, ૩ મહામંત્રીઓ, તમામ મોરચાના પ્રમુખો તથા બે મહામંત્રીઓની પસંદગી થઈ છે.
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ મોવડી મંડળ સાથે ચર્ચા-વિચારણા પછી જામનગર શહેર ભાજપના પ્રમુખ બીનાબેન કોઠારી દ્વારા સંગઠનના ૮ ઉપપ્રમુખો, ૮ મંત્રીઓ, ૩ મહામંત્રીઓ તેમજ યુવા, કિસાન, મહિલા, અનુસૂચિત જાતિ, ઓબીસી, લઘુમતિ જેવા તમામ મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે.
આ નવી ટીમના શિરે આગામી મહિનાઓમાં આવતી મહાનગરપાલિકાની ચૂંટણીની જવાબદારી રહેશે. ઉપપ્રમુખ તરીકે વસંતભાઈ ગોરી, નિશાંતભાઈ અગારા, દયાબેન પરમાર, વનિતાબેન કાલાવડિયા, હેમલભાઈ ચોટાઈ, સંજયભાઈ મુંગરા, રીટાબેન જોટંગિયા અને વિજયભાઈ પરમાર, મહામંત્રી તરીકે વિજયસિંહ દોલતસિંહ જેઠવા, મૃગેશભાઈ જગદીશચંદ્ર દવે અને ભાવેશ વિઠ્ઠલભાઈ ઠુમ્મર, મંત્રી તરીકે રાજપાલભાઈ ગઢવી, નિતાબેન પરમાર અને લાખાભાઈ પીંડારિયા, રાજેશ નાનાણી, વેલજીભાઈ નકુમ, માલતિબેન પારેખ, ધારાબેન જેઠવા, યતિન પંડ્યા, કોષાધ્યક્ષ તરીકે ચંદ્રવદન ત્રિવેદી, કાર્યાલય મંત્રી તરીકે દિલીપભાઈ જોઈશર, મઆઈટી ઈન્ચાર્જ તરીકે ગુંજ કારિયા, સોશ્યલ મીડિયા ઈન્ચાર્જ તરીકે ધવલ નાખવા, મીડિયા ઈન્ચાર્જ તરીકે ભાર્ગવ ઠાકર નિમાયા છે તેમજ શહેરમાંથી યુવા મોરચાના પ્રમુખ તરીકે સહદેવ ડાભી અને મહામંત્રીઓ તરીકે કેતનભાઈ કોટક, દુષ્યંતભાઈ સોલંકી, મહિલા મોરચાના પ્રમુખ તરીકે દક્ષાબેન અગ્રાવત અને મહામંત્રીઓ તરીકે નિકીતાબેન કુંવરિયા તથા અવનીબેન ત્રિવેદી, કિસાન મોરચાના પ્રમુખ તરીકે હસમુખ પેઢડિયા તથા મહામંત્રીઓ તરીકે ચંદ્રસિંહ વાળા અને હિતેષ કણઝારિયા, ઓબીસી મોરચાના પ્રમુખ તરીકે વિરલભાઈ બારડ તથા મહામંત્રીઓ તરીકે મયુર સિંધવ, મોહન ગઢવી, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે દિપકભાઈ શ્રીમાળી તથા મહામંત્રીઓ તરીકે કિરણભાઈ ગડણ અને ચંદ્રગુપ્ત રાઠોડ તેમજ લઘુમતિ મોરચાના પ્રમુખ તરીકે ઉમરભાઈ બ્લોચ તથા મહામંત્રીઓ તરીકે હારૂન સુલેમાન પટેલ તથા કાદરબાપુ જુણેજાની પસંદગી કરવામાં આવી છે.
આ નિમણૂકોને સાંસદ પૂનમબેન માડમ, મંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદ ખીમસૂર્યા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસકપક્ષ નેતા આશિષ જોષી, કમિટી ચેરમેન નિલેશ કગથરા, દંડક કેતન નાખવા, શિક્ષણ સમિતિ ચેરમેન પરસોત્તમ કકનાણી સહિત પૂર્વ મંત્રીઓ, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ મેયરો, કોર્પોરેટરો, સમર્થકો, કાર્યકર્તાઓએ આવકારી હોવાનું ભારતીય જનતા પાર્ટ મીડિયા વિભાગ કન્વિનર ભાર્ગવ ઠાકરએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial