Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદના એલિસબ્રિજમાં ધ ફર્ન રેસિડેન્સીનું ઉદ્દઘાટન

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૩૦: ધ ફર્ન હોટેલ્સ એન્ડ રિસોર્ટસ જે ભારતની અગ્રણી પર્યાવરણ સંવેદનશીલ હોટેલ ચેઈન છે. તેણે હોટેલ ઈન્દર રેસિડન્સીને ધ ફર્ન રેસિડન્સી, એલિસબ્રિજ, અમદાવાદ તરીકે રિબ્રાન્ડ કરીને ઉદ્દઘાટન કર્યું છે. આ અમદાવાદમાં બીજી ફર્ન રેસિડન્સી છે અને ગુજરાતમાં ફર્ન હોટેલ્સ એન્ડ રિસોર્ટસ દ્વારા સંચાલિત પ્રોપર્ટીની સંખ્યા ૩૦ સુધી પહોંચી ગઈ છે.

આ હોટેલ અમદાવાદના વ્યાપારિક વિસ્તારમાં આવેલી છે. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથકથી માત્ર ૧૨ કિમી, કાલુપુર રેલવે સ્ટેશનથી ૫ કિમી અને ગીતા મંદિર બસ ટર્મિનલથી ૪ કિમી દૂર છે. જે પ્રવાસીઓ માટે સરળતાથી પહોંચવા યોગ્ય છે.

આ હોટેલમાં ૮૩ રૂમ અને સુટ્સ છે. તમામ આધુનિક સુવિધાઓ સાથે ડિઝાઈન કરવામાં આવ્યા છે. દરેક રૂમમાં હાઈ-સ્પીડ વાઈ-ફાઈ, એલઈડી ટેલિવિઝન, ડિજીટલ ઈન-રૂમ સેફ, ચા અને કોફી બનાવવાની સુવિધાઓ અને પર્યાવરણને અનુકૂળ બાથરૂમની સુવિધાઓ છે. મહેમાનો વિવિધ ડાઈનીંગ વિકલ્પોમાં મજા માણી શકે છે. ખાના ખજાના મહેમાનોને આખો દિવસની મલ્ટી-ક્યુઝીન અનુભવ આપે છે. જેમાં સ્વાદિષ્ટ બફેટ અને આ લા કાર્ટ મેનૂ શામેલ છે. ૨૪ કેરેટ-રાઉન્ડ ધ ક્લોક કેફે આંતરરાષ્ટ્રીય પ્રેરિત મેનૂ સાથે ૨૪ કલાક સેવા આપે છે. જે નાસ્તા અને વૈશ્વિક ભોજન માટે યોગ્ય છે. મહેમાનો માટે ૨૪ કલાક ઈન-રૂમ ડાઈનીંગની સુવિધા પણ ઉપલબ્ધ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh