Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના વોર્ડ નં. ૧ર ના મહિલા કોર્પોરેટરની માગણી
જામનગર તા. ૨: ફોર્મ નંબર-૭ નો ગેરઉપયોગ કરનાર વ્યક્તિને શોધી તેના સામે ફોજદારી ફરિયાદ નોંધાવવા અને ખોટી વાંધા અરજી રદ કરવાની માગણી સાથે જિલ્લા કલેક્ટર સમક્ષ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
વોર્ડ નંબર ૧ર ના કોર્પોરેટર જેનબબેન ખફીએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે, હાલ એસ.આઈ.આર.ની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં ફોર્મ નંબર ૭ નો મોટા પ્રમાણમાં ગેરઉપયોગ થઈ રહ્યો છે. કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા મતદાર યાદીમાંથી મતદારોના નામો કમી કરવાનું ષડ્યંત્ર ચાલે છે. આવી વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ સામે એફઆઈઆઈ દાખલ કરાવવી જોઈએ, અને વાંધા અરજી આપનાર પોતે જાણતા ન હોય તેવી અરજીને અમાન્ય ગણી રદ્ કરવી જોઈએ.
યોગેશ જેન્તિભાઈ ગોદડિયાના નામનો દુરઉપયોગ કરીને સરકારી તંત્રને ગેરમાર્ગે દોરનાર અને બોગસ અરજી કરનાર સામે ફરિયાદ નોંધાવવી જોઈએ.
હાલ બીએલઓને એક લીસ્ટ આપવામાં આવ્યું છે, જેમાં ફોર્મ નંબર ૭ દ્વારા મતદારોની વિરૂદ્ધ વાંધા આપવામાં આવ્યું છે, તેઓના નામનો સમાવેશ છે, જેમાં એવા વ્યક્તિના પણ નામો છે. જેમણે તાજેતરમાં એફઆઈઆરની કામગીરીમાં પોતાના ફોર્મ ભરીને બીએલઓને સુપ્રત કર્યા છે.
વાંધા અરજી અન્વયે મળેલ માહિતી મુજબ ૯ર વ્યક્તિ વિરૂદ્ધ એક જ વ્યક્તિ યોગેશ જયંતીભાઈ ગોદડિયાના નામે વાંધા લેવામાં આવ્યા છે. હકીકતે આ વિસ્તારના રહેવાસીઓ સામાજિક-શૈક્ષણિક રીતે પછાત છે. તેમના નામે આ કૃત્ય કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે. યોગેશભાઈ એમ જણાવે છે કે, અમે કોઈ સામે વાંધા લીધા જ નથી. અમને લખતા-વાચતા આવડતું નથી. કદી સરકારી કચેરીમાં પણ ગયા નથી. જે લોકો પોતે વાંધેદાર હોય તે લોકોના સામે તેમણે વાંધા લીધેલા હોય તેમને બીએલઓ સામે તેઓના ઘરે મોકલવા તેમજ વાંધેદાર વ્યક્તિના ખોટા વાંધાઓ પૂરવાર થાય તો વાંધા લેનાર વ્યક્તિ ઉપર ફોજદારી ફરિયાદ નોંધવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial