Advertisement
Author: નોબત સમાચાર

માનસિક બીમારીથી કંટાળી જઈ યુવાને અગનપછેડી ઓઢી થાંભલા પરથી વીજ આંચકો લાગતા પટકાયેલા યુવકનું મૃત્યુ

શિવરાજપુરમાં ચાદર વડે ગળાફાંસો ખાઈ યુવાને આત્મહત્યા કરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગરના શંકરટેકરી વિસ્તારમાં વસવાટ કરતા એક યુવાન માનસિક બીમારીનો ભોગ બન્યા પછી કોઈ પોતાને મારી નાખશે તેવી સતત ભીતિથી ડરતા રહેતા હતા. આ યુવાન દોઢ મહિના પહેલાં વીજ થાંભલા પર ચઢી ગયા હતા. જ્યાં તેઓને વીજ આંચકો લાગતા જમીન પર પછડાયા હતા. વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે જામજોધપુરના પાટણમાં માનસિક બીમારીથી કંટાળી એક યુવાને અછનપછેડી ઓઢી આત્મહત્યા વ્હોરી લીધી છે અને દ્વારકાના એક યુવાને શિવરાજપુરમાં જઈ અકળ કારણથી ચાદર વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે ત્રણેય બનાવની તપાસ શરૂ કરી છે.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલી પ્રજાપતિ જ્ઞાતિની વાડી નજીક વસવાટ કરતા જયેશભાઈ વાલાભાઈ રાઠોડ (ઉ.વ.૩૫) નામના યુવાન માનસિક બીમારીથી પીડાતા હતા. રખડતું ભટકતું જીવન જીવતા જયેશભાઈ પોતાને કોઈ મારી નાખશે તેવી ભીતિ અનુભવતા રહેતા હતા.

તે દરમિયાન ગઈ તા.ર૭ ડિસેમ્બરની સવારે આ યુવાન કોઈ રીતે રબારી પાર્ક સુધી પહોંચી ગયા હતા. જ્યાં તેઓ ખુલી જગ્યામાં આવેલા ઈલેકટ્રીકના થાંભલા પર ચઢી ગયા હતા. જ્યાં ચાલુ ઈલેકટ્રીક લાઈનમાંથી જોરદાર વીજ આંચકો લાગ્યો હતો. જમીન પર પછડાયેલા જયેશભાઈને બંને હાથ તથા કમર અને પગમાં વીજશોકથી ઈજા થઈ હતી. સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા આ યુવાનને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. સિટી એ ડિવિઝન પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી છે.

જામજોધપુર શહેરના પાટણ ગામના વાડી વિસ્તારમાં રહેતા ગીગાભાઈ કરશનભાઈ તરખાલા નામના પિસ્તાલીસ વર્ષના મેર યુવાન છેલ્લા બારેક વર્ષથી માનસિક બીમારીનો ભોગ બન્યા હતા. તેઓને સારવાર અપાવવામાં આવી રહી હતી. તેમ છતાં સારૃં થતું ન હોવાથી કંટાળી ગયેલા ગીગાભાઈએ ગઈકાલે બપોરે પોતાના ઘર પાસે આવેલા ધુળીયા રસ્તા પરના ખાડા નજીક જઈ શરીર પર કોઈ જવલનશીલ પ્રવાહી છાંટી દીવાસળી ચાંપી દીધી હતી. જોતજોતામાં ભડભડ સળગી ઉઠેલા ગીગાભાઈને ત્યાં હાજર લોકોએ સારવાર માટે જામજોધપુર દવાખાને ખસેડ્યા હતા. જ્યાં આ યુવાનનું ગઈરાત્રે મૃત્યુ થયું છે. તેમના પત્ની દેવીબેન ગીગાભાઈએ પોલીસને જાણ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં મકતુર ગામના વતની અને હાલમાં દ્વારકા શહેરમાં નરસંગ ટેકરી પાસે વસવાટ કરતા બાલુભા ઓઘડભા નાયાણી નામના યુવાન ગઈકાલે બપોરે શિવરાજપુર ગામમાં ગયા હતા જ્યાં તેઓએ એક દરગાહ નજીક ચાદર વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. તેઓનું મૃત્યુ નિપજ્યું છે. તેમના ભાઈ પુંજાભા ઉર્ફે લાલા નાયાણીએ પોલીસને જાણ કરી છે. પોલીસે આ યુવાનની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh