Advertisement
Author: નોબત સમાચાર

દલતુંગીમાં મહિલાએ અગ્નિસ્નાન કરી કરેલી આત્મહત્યાના કેસમાં છૂટકારો થયો

જેઠાણી સામે નોંધાયો હતો દુષ્પ્રેરણાનો ગુન્હોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: લાલપુરના દલતુંગી ગામમાં એક મહિલાએ જેઠાણીના શબ્દોથી માઠું લગાડી થોડા વખત પહેલાં આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે જેઠાણી સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધ્યો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી મહિલાનો છૂટકારો ફરમાવ્યો છે.

લાલપુર તાલુકાના દલતુંગી ગામમાં વસવાટ કરતા લીલાબેન ભરતભાઈ સાગઠીયા નામના મહિલાનો સોળ વર્ષનો પુત્ર દેરાણી ગૌરીબેન જયેશભાઈ પાસે બેસવા જતો હતો તેથી લીલાબેને મારા પુત્રને બગાડી નાખીશ, તારૂ ચારિત્ર્ય સારૂ નથી તેમ કહી ગૌરીબેનને માર મારતા માઠું લાગી આવવાથી ગૌરીબેને અગનપછેડી ઓઢી લીધી હતી. પોલીસે તેણીના મૃત્યુ પછી લીલાબેન ભરતભાઈ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધ્યો હતો.

આ કેસ જામનગરની અદાલતમાં ચાલી જતા આરોપી પક્ષે દલીલ કરી હતી કે, કોઈ ઈરાદા વગર ક્ષણિક આવેશમાં અપમાનજનક શબ્દો કહેવાયા હોય તો આત્મહત્યા કરી લેવા માટે પુરતા ગણાય નહી અને મૌખિક ડાઈંગ ડેકલેરેશન નબળો પુરાવો છે. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી આરોપી મહિલા લીલાબેન ભરતભાઈ સાગઠીયાનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ કિરણભાઈ બગડા, જયન ગણાત્રા, પાર્થ બગડા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh