Advertisement
Author: નોબત સમાચાર

નયારા કંપની દ્વારા સીએસઆર અંતર્ગત એક કરોડના ઉપકરણોની ભેટ

ખંભાળીયાની સરકારી હોસ્પિટલને

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૪: ખંભાળીયાની સરકારી હોસ્પિટલને નયારા એનર્જી કંપની દ્વારા સીએસઆર અંતર્ગત રૂ।.  એક કરોડની કિંમતના અદ્યતન ઉપકરણોની ભેટ આપવામાં આવી છે.

નયારા એનર્જી કંપની દ્વારા હોસ્પિટલમાં આરોગ્ય વિષયક સવલતો તથા ખાસ કરીને ઓપરેશન થિયેટરોમાં આધુનિક સગવડો વધારવા માટે સી.એસ.આર. ફંડમાંથી એક કરોડ રૂપિયાની જંગી રકમ ફાળવતા અત્યંત ઉપયોગી અને જિલ્લાની કોઈ હોસ્પિટલમાં જોવા ન મળે તેવા ઉપકરણો ઓપરેશન થિયેટરમાં તથા અન્ય સુવિધાઓમાં લેવામાં આવતા દર્દીઓની સગવડતામાં વધારો થશે.

દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્ના તથા સાંસદ પૂનમબેન માડમ અને પૂર્વ રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાના પ્રયાસોથી આ કાર્ય સફળ થયું છે. હોસ્પિટલના તત્કાલીન આર.એમ.ઓ. ડો. કેતનભારથી ગોસ્વામીએ આ સાધનોને અક્ટિવ કરવાની પ્રક્રિયામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

અનેક ઓપરેશનો વિવિધ વિભાગોમાં થાય છે ત્યારે આ અત્યંત આધુનિક ઉપકરણો હોસ્પિટલમાં દર્દીઓની સારી સેવા આપવામાં ખૂબ જ ઉપયોગી થશે. ઉલ્લેખનિય છે કે અગાઉ પણ કોરોના તથા અન્ય સમયમાં કંપની દ્વારા સી.એસ.આર. ફંડમાંથી અનેક કાર્યોમાં મદદ કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh