Advertisement
Author: નોબત સમાચાર

રાષ્ટ્રગીત 'વંદેમાતરમ્'ના ૧પ૦ વર્ષની ઉજવણી હેઠળ જામનગરમાં સમૂહરાષ્ટ્ર ગાન-સ્વદેશીના શપથ

કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, હોમગાર્ડઝ, ભાજપ કાર્યાલય તથા સરકારી કચેરીઓમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં

                                                                                                                                                                                                      

સન ૧૮૭પ માં રાષ્ટ્રીય સ્વતંત્રા ચળવળ દરમિયાન રાષ્ટ્રગીત 'વંદે માતરમ્'એ દેશવાસીઓમાં રાષ્ટ્ર ચેતના પ્રગટાવી હતી, અને દેશવાસીઓને માતૃભૂમિના ગૌરવવંતી એક સૂત્રમાં બાંધ્યા હતાં.

આજે તા. ૭ નવેમબર ર૦રપ ના તેને ૧પ૦ વર્ષ પૂરા થયા છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં રાષ્ટ્રગીતનું સમૂહ ગાન અને સ્વદેશીના શપથ લેવાયા હતાં. આજે તમામ સરકારી કચેરીનો સમય ૧૦-૩૦ થી ૬-૧૦ ના બદલે ૯-૩૦ થી પ-૧૦ નો રાખવામાં આવ્યો હતો.

જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં સમૂહ રાષ્ટ્રગાનનો અને સ્વદેશીના શપથનો કાર્યક્મ યોજાયો હતો, જેમાં મેયર વિનોદ ખીમસૂર્યા, શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, ભાજપના પૂર્વ શહેર પ્રમુખ વિમલ કગથરા, કોર્પોરેટરો, પક્ષના અન્ય હોદ્દેદારો, કાર્યકર્તાઓ, ઉપરાંત પક્ષના અગ્રણી તથા દર્શનાબેન વિગેરે જોડાયા હતાં.

જિલ્લા પંચાયતમાં પ્રમુખ મયબેન ગરસરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો, તેમાં પંચાયતના સભ્યો, અધિકારીઓ વિગેરે જોડાયા હતાં.

જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના પટાંગણમાં પણ રાષ્ટ્રીય સમૂહ ગાનનો અને સ્વદેશી શપથનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, અધિક કલેક્ટર બી.એન. ખેર, શહેર પ્રાંત અધિકારી શ્રીમતી અદિતિ વર્ષાને, ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રીજેશ કાલરિયા, જિલ્લા પુરવઠા અધિકારી સુધીર બારડ, નાયબ ચૂંટણી અધિકારી શ્રી દિપાબેન કોટક અને કર્મચારીઓ જોડાયા હતાં.

જામનગર જિલ્લા હોમગાર્ડઝ કચેરીમાં જિલ્લા કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હોમગાર્ડઝના અધિકારીઓ, જવાનો જોડાયા હતાં.

આ તમામ કાર્યક્રમમાં સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરવાના શપથ લેવામાં આવ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh