Advertisement
Author: નોબત સમાચાર

આવતીકાલે લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ આયોજીત સમૂહલગ્નોત્સવમાં ૨૧ નવદંપતી લગ્નગ્રંથીથી જોડાશે

જામનગરના લાલપુર બાયપાસ નજીક ખોડલ ગ્રીન સમાજવાડીમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: આવતીકાલે શ્રી લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ આયોજિત ૨૭મા સમૂહલગ્નમાં ૨૧ નવદંપતી પ્રભુતામાં પગલા પાડશે. જામનગરના લાલપુર બાયપાસ રોડ સ્થિત ખોડલ ગ્રીન સમાજવાડીમાં આવતીકાલે યોજાનાર ભવ્ય સમારોહમાં જ્ઞાતિ પ્રતિભા સન્માન અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું છે.

જામનગર સ્થિત શ્રી લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ, લેઉવા પટેલ સમૂહલગ્ન સમિતિ તથા લેઉવા પટેલ મિત્રમંડળ, જામનગરના સંયુક્ત ઉપક્રમે સમાજને એક નવી દિશા આપતા ૨૭મા ભવ્ય સમૂહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

આવતીકાલે યોજાનારા આ સમારોહમાં કુલ ૨૧ નવદં૫તીઓ પ્રભુતામાં પગલાં પાડી પોતાના નવજીવનની શાનદાર શરૂઆત કરશે. આ ભવ્ય આયોજન જામનગરના લાલપુર બાયપાસ રોડ પર, શ્રીજી પાર્કની બાજુમાં અને જિલ્લા પંચાયત કર્મચારીનગર પાછળ આવેલ ટ્રસ્ટ સંચાલિત શ્રી નારણભાઈ માંડાભાઈ વિરાણી સમાજવાડી (ખોડલ ગ્રીન)માં કરવામાં આવ્યું છે.

આયોજક ટ્રસ્ટ દ્વારા મળતી માહિતી મુજબ, આ સમૂહલગ્નમાં જામનગર, રાજકોટ તથા સુરતના નવદંપતીઓ પણ જોડાશે. આ અવસર માત્ર લગ્નોત્સવ પૂરતો સીમિત ન રહેતા, તેની સાથે જ્ઞાતિની ૧૦ તેજસ્વી પ્રતિભાઓનું સન્માન અને એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરી આયોજકોએ સમાજસેવાનો ત્રિવેણી સંગમ રચ્યો છે.

આયોજકોએ જણાવ્યું હતું કે, સમૂહલગ્નના આગલા દિવસે આજે બપોરે ૩:૦૦ વાગ્યે પવિત્ર ગાયત્રી યજ્ઞ સાંજે ૬:૦૦ વાગ્યે ભોજન સમારંભ યોજાશે. લગ્નના મુખ્ય દિવસે આવતીકાલે વહેલી સવારે ૦૫:૩૦ કલાકે જાન આગમનનો કાર્યક્રમ શરૂ થશે. ત્યારબાદ બપોરે ૧૧:૩૦ કલાકે મુખ્ય ભોજન સમારંભ અને બપોરે ૦૧:૩૦ કલાકે કન્યા વિદાયનો ભાવસભર કાર્યક્રમ યોજવામાં આવશે.

આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે દાતાઓનો ઉદાર હાથે સહયોગ પ્રાપ્ત થયો છે. આ ભવ્ય સમારોહના આયોજનને સફળ બનાવવા માટે જામનગર શહેર, તાલુકા અને જિલ્લાના વિવિધ ગામોના અસંખ્ય કાર્યકર્તાઓ ખડેપગે જહેમત ઉઠાવી રહૃાા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ દ્વારા માત્ર સમૂહલગ્ન જ નહીં, પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન શૈક્ષણિક, સામાજિક અને પર્યાવરણ સંબંધિત વિવિધ જનહિતના પ્રકલ્પો પણ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી રહૃાા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh