Advertisement
Author: નોબત સમાચાર

ચારથી વધુ વ્યક્તિના એકઠા થવા પર પ્રતિબંધ

જામનગર જિલ્લામાં ચૂંટણી પ્રચાર દરમ્યાન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, જામનગર જિલ્લા પંચાયત તેમજ જિલ્લાની ૬ તાલુકા પંચાયતોની આગામી ચૂંટણી માટે આગામી તા. ૨૬-૪-૨૬, રવિવારના મતદાન યોજાનાર છે. ચૂંટણીના આ માહોલમાં ઉમેદવારો, રાજકીય પક્ષો કે વિવિધ સંસ્થાઓ દ્વારા સભા, સરઘસ અને રેલીઓનું આયોજન કરવામાં આવતું હોય છે. આ પ્રક્રિયા દરમ્યાન જિલ્લામાં ભયમૂક્ત વાતાવરણ જળવાઈ રહે, લોકો શાંતિપૂર્વક મતાધિકારનો ઉપયોગ કરી શકે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાયેલી રહે તે હેતુથી જામનગરના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એમ.એસ. કાથડ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કકરવામાં આવ્યું છે.

આ જાહેરનામા મુજબ જામનગર જિલ્લાના ચૂંટણી સંબંધિત વિસ્તારોમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓની મંડળી ભરવા, સરઘસ કાઢવા કે એકઠા થવા પર સખત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ આદેશમાંથી સરકારી ફરજ પરના કર્મચારીઓ, ખાસ પોલીસ અધિકાર ધરાવતા દળો (જેવા કે હોમગાર્ડ, એનસીસી, ફોરેસ્ટ વગેરે) લગ્નના વરઘોડા, સ્મશાનયાત્રા તેમજ મતદાન મથક પર મતદારોની લાઈનોને મૂક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત ચૂંટણી અધિકારી કે અધિકૃત મેજિસ્ટ્રેટ પાસેથી પૂર્વ મંજુરી મેળવનાર વ્યક્તિઓને પણ આ પ્રતિબંધ લાગૂ પડશે નહીં. આ હુકમ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે અને તેનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh