Advertisement
Author: નોબત સમાચાર

રોકાણ સામે તગડો નફો આપવાની લાલચ બતાવી ઠેબાના આસામી સાથે પોણા બે કરોડની છેતરપિંડી

એક વેબસાઈટ પર ખોટું પ્રોફીટ બતાવાતું હોવાની શંકા પછી ભાંડો ફૂટ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના ઠેબા ગામના એક આસામીને ગયા જાન્યુઆરી મહિનામાં મોબાઈલ પર ઈન્વેસ્ટમેન્ટની લાલચ બતાવી આપવામાં આવેલી સ્કીમ મુજબ આ આસામીએ રૂ.પોણા બે કરોડ ઉપરાંતનું રોકાણ કર્યું હતું. તે પછી એક વેબસાઈટ પર પોતાને ખોટું પ્રોફીટ બતાવાતું હોવાનું આ આસામીને જણાઈ આવતા મામલો આખરે પોલીસ મથક સુધી પહોંચ્યો છે. પોલીસે આ આસામીની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધી તપાસ શરૂ. કરી છે.

જામનગર નજીકના ઠેબા ગામમાં રહેતા કૌશિકભાઈ જયસુખભાઈ અગ્રાવત નામના આસામીને ગયા જાન્યુઆરી મહિનામાં +૧૮૫૯ર૮ ૭પ૨૨૮ નંબર પરથી વોટ્સએપમાં ઈન્વેસ્ટમેન્ટ માટે મેસેજ કરવામાં આવ્યો હતો. જેમાં બતાવેલી સ્કીમથી લલચાયેલા કૌશિકભાઈએ આગળ વાત કરી હતી.

આ વ્યક્તિને તગડો નફો મળશે તેમ કહી ઈન્વેસ્ટમેન્ટના બહાને છ મહિનામાં રૂ.૧ કરોડ ૮૭ લાખ ૪૪ હજાર ૪૦૭ની રકમ પડાવી લેવાઈ હતી. ઉપરોક્ત રકમ બેંક ઓફ મહારાષ્ટ્રમાં આવેલા દીવાન એન્ટરપ્રાઈઝ નામના કોઈ પેઢીના ખાતામાં મંગાવી લેવામાં આવી હતી અને તે પછી એક વેબસાઈટ પર બતાવવામાં આવ્યું હતું કે, કૌશિકભાઈને તગડો નફો મળી રહ્યો છે ત્યાર પછી ગઈ તા.ર૯ જુલાઈએ કૌશિકભાઈએ પોતાની રકમ પરત માંગતા બહાના બતાવવામાં આવ્યા હતા.

પોતે છેતરાઈ ગયાની જાણ થતાં કૌશિકભાઈએ આખરે ગઈકાલે જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીઆઈ આઈ.એ. ધાસુરાએ ઉપરોક્ત નંબરના વપરાશકર્તા શખ્સ તથા બેંક ઓફ મહારાષ્ટ્રમાં દીવાન એન્ટરપ્રાઈઝ નામનું ખાતુ ધરાવતા શખ્સ સહિતના વ્યક્તિઓ સામે બીએનએસી કલમો તેમજ આઈટી એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh