Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સદ્ભાગ્યે હજુ સુધી જાનહાનિના કોઈ સમાચાર નથીઃ ઘણાં ઘાયલ
વોશિંગ્ટન તા. ૨૦: અમેરિકામાં બરફનું ભયંકર તોફાન આવતા ૧૦૦થી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, અને વાહનોને ભારે નુકસાન પહોંચ્યુ હતું જો કે, હજુ સુધી જાનહાનીના સમાચાર નથી. પરંતુ ઘણાં લોકોને ઈજા થઈ છે.
અમેરિકાના મિશિગન રાજ્યમાં બરફના તોફાનને કારણે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં એક ઇન્ટરસ્ટેટ હાઇવે પર ૧૦૦થી વધુ ગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં ૩૦થી વધુ સેમી-ટ્રેલર ટ્રક પણ ફસાયેલા છે.
અકસ્માતની ગંભીરતાને જોતાં પોલીસે હાઈવેના બંને તરફનો ટ્રાફિક બંધ કરી દીધો છે. આ ભીષણ દુર્ઘટના મિશિગનના ગ્રાન્ડ રેપિડ્સ શહેર પાસે ઇન્ટરસ્ટેટ ૧૯૬ પર બની હતી. બરફીલા તોફાનને કારણે વિઝિબિલિટી લગભગ શૂન્ય થઈ ગઈ હતી, જેના કારણે વાહનો એક પછી એક અથડાતા ગયા. ઘણી ગાડીઓ બરફને કારણે રસ્તા પરથી લપસીને નીચે ઉતરી ગઈ હતી.
મિશિગન સ્ટેટ પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં ઘણાં લોકો ઘાયલ થયા છે, પરંતુ સદભાગ્યે હજુ સુધી કોઈના મોતના સમાચાર નથી. મીડિયા સાથે વાત કરતા લોકોએ જણાવ્યું કે બર્ફીલી હવા અને હિમવર્ષાને કારણે આગળ ચાલી રહેલી ગાડીઓ પણ માંડ દેખાઈ રહી હતી.
એક પીકઅપ ડ્રાઈવરે કહૃાું, *હું ૨૦-૨૫ માઈલ પ્રતિ કલાકની ધીમી ગતિએ ગાડી ચલાવી રહૃાો હતો, છતાં માંડ માંડ મારા વાહનને રોકી શક્યો. પાછળથી સતત વાહનો ટકરાવાનો અવાજ આવી રહૃાો હતો. પરિસ્થિતિ ખૂબ જ ડરામણી હતી.*
ઓટાવા કાઉન્ટી શેરિફ ઓફિસે જણાવ્યું કે આ વિસ્તારમાં અનેક જગ્યાએ નાના-મોટા અકસ્માતો થયા હતા. હાઈવે પર ફસાયેલા સેંકડો મુસાફરોને બસ દ્વારા નજીકની હડસનવિલ હાઈ સ્કૂલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓ તેમના પરિવારજનોનો સંપર્ક કરી શક્યા અને ઘરે જવાની વ્યવસ્થા કરી શક્યા.
પોલીસે જણાવ્યું કે ફસાયેલા વાહનોને હટાવવા અને રસ્તા પર જામેલા બરફને સાફ કરવા માટે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. આ કામમાં ઘણાં કલાકો લાગી શકે છે, ત્યાં સુધી ઇન્ટરસ્ટેટ-૧૯૬ બંધ રહેશે.
અમેરિકાના ઘણાં રાજ્યો હાલમાં બરફીલા તોફાનનો સામનો કરી રહૃાા છે. નેશનલ વેધર સર્વિસે ઉત્તરી મિનેસોટાથી લઈને વિસ્કોન્સિન, ઇન્ડિયાના, ઓહાયો, પેન્સિલવેનિયા અને ન્યૂયોર્ક સુધી અત્યંત ઠંડા હવામાન અને બરફના તોફાનની ચેતવણી જારી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial