Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બનાવ અંગે પોલીસની ઝીણવટભરી તપાસઃ
જામનગર તા. ૨: જામનગરના હિમાલય સોસાયટી વિસ્તારમાં આવેલા એક મકાનમાં વસવાટ કરતા મૂળ નેપાળના યુવાનનો ગળાફાંસો ખાધેલો મૃતદેહ શનિવારે સાંજે તેના રહેણાંકમાંથી મળી આવ્યો છે. પોલીસે આ બનાવ આત્મહત્યાનો છે કે હત્યાનો? તેની તપાસ શરૂ કરી છે અને મકાન માલિક એડવોકેટનું નિવેદન નોંધ્યું છે.
જામનગરના ખોડીયાર કોલોની વિસ્તાર પાસે આવેલી હિમાલય સોસાયટીમાં રહેતા અને એક હોટલમાં વેઇટર તરીકે કામ કરતા રાજન રણબહાદુર કેસી નામના ૩૩ વર્ષના નેપાળી યુવાન શનિવારે સાંજે પાંચેક વાગ્યે તેમના રહેણાંક મકાનમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.
આ યુવાન ત્યાં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં વસવાટ કરતા એડવોકેટ યજુવેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજાના મકાનમાં ભાડેથી રહેતા હતા અને હોટલમાં નોકરી કરતા હતા. શનિવારે સાંજે તેનો મૃતદેહ વાસના લાકડામાં ગાદલાના કવરથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે. મૃતદેહની હાલત જોઈને પોલીસે આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તેની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે અને મકાન માલિક વકીલ યજુવેન્દ્રસિંહનું નિવેદન નોંધ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial