Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૨૬ જાન્યુઆરીએ ભવ્ય મહોત્સવઃ
ધ્રોળ તા. ર૩: ધ્રોળ-જમનગર-રાજકોટ ધોરીમાર્ગો પર આવેલ શિક્ષણધામ માતુશ્રી રામબાઈમાં આહિર કન્યા છાત્રાલયમાં તા. ર૬ મી જાન્યુઆરીએ આહિર જ્ઞાતિના ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન માતુશ્રી રામબાઈમાં આહિર ચેરી. ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.
તા. ર૬/૧ ના સંસદસભ્ય પૂનમબેન માડમના હસ્તે હેમતભાઈ રામભાઈ માડમ સ્મૃતિભવનનું લોકાર્પણ કરવામાં આવશે. રામબાઈમાંની પ્રતિમાનું અનવારણ વવાણિયા ધામના મહંત પ્રભુદાસજી તથા તોરાણાધારના પૂ. મુરીમાંના હસ્તે કરવામાં આવશે. બોટાદના ભજનાનંદ આશ્રમના સ્વામી આત્માનંદ આશીર્વચન પાઠવશે. સમગ્ર મહોત્સવના અધ્યક્ષસ્થાને અખિલ ગુજરાત આહિર સમાજના પ્રમુખ જવાહરભાઈ ચાવડા ઉપસ્થિત રહેશે.
આ અવસરે ગુજરાત સરકારના આહિર સમાજનું પ્રતિનિધિત્વ કરતા મંત્રી વિક્રમભાઈ છાંગા, પૂર્વ કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ભગાભાઈ બારડ અને હેમંતભાઈ ખવાનું વિશેષ સન્માન કરવામાં આવશે. શિક્ષણના વિકાસ માટે દાતાઓએ ઉદાર હાથે સહયોગ આપ્યો છે, જેમાં બી.સી.એ. કોલેજના નિર્માણ માટે જોડિયા તાલુકા સમૂહ લગ્ન સમિતિ દ્વારા રૂ।. રપ લાખનું માતબર દાન જાહેર કરવામાં આવ્યું છે. આ દાનમાં જોડિયા તાલુકા આહિર સમાજના પ્રમુખ રાણાભાઈ અરજણભાઈ હુંબલ તથા સમૂહલગન સમિતિના પ્રમુખ જીવણભાઈ કારૂભાઈ કુભરવાડિયાનું વિશેષ યોગદાન રહ્યું છે. તે ઉપરાંત નર્સિંગ કોલેજ બિલ્ડીંગ માટે રાજકોટ (નેસડા) ના શ્રીમતી સોમીબેન મુરૂભાઈ લૈયા (હઃ વશરામભાઈ મુરૂભાઈ લૈયા) તરફથી રૂ।. ર૧ લાખનું અનુદાન પ્રાપ્ત થયું છે.
આ મહોત્સવમાં જામનગર, રાજકોટ, મોરબી, દ્વારકા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અનેક સામાજિક અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે, જેમાં ભીખુભાઈ વારોતિયા (ભાટિયા), ડો. રણમલભાઈ વારોતરિયા (જામખંભાળિયા), હરદાસભાઈ કંડોરિયા (જામનગર), વી.એચ. કનારા (જામનગર), નાગદાનભાઈ ચાવડા (પરાપીપરિયા), કાળુભાઈ હેરભા (રાજકોટ), બાબુભાઈ સબાડ (રાજકોટ), વશરામભાઈ રાઠોડ (ગલાબનગર), લાભુભાઈ ખીભાણિયા (દ્વારકા), લાખાભાઈ જારિયા (મોરબી), ભાવનાબેન શિયાર (પ્રમુખ, ધ્રોળ તાલુકા પંચાયત) અને ધરમભાઈ કાંબલિયા (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) નો સમાવેશ થાય છે. મહોત્સવના ભોજન સમારંભના મુખ્ય દાતા તરીકે રાજકોટ (નેસડા) ના શ્રી વશરામભાઈ મુરૂભાઈ લૈયા દ્વારા રૂ।. ર,પ૧,૦૦૦ નું યોગદાન આપવામાં આવ્યું છે, જ્યારે વિમલભાઈ રાઠોડ, જશુભાઈ શિયાર, શૈલેષભાઈ ડાંગર, દિનેશભાઈ શિયાર, વરજાંગભાઈ ખીમાણિયા, નારણભાઈ મકવાણા, પન્નાલાલ સોલંકી, ભરતભાઈ ડાંગર અને હરિભાઈ સોલંકી સહિતના દાતાઓએ પણ આર્થિક સહયોગ આપ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial