Advertisement
Author: નોબત સમાચાર

ઉઘડતી બજારે જ ચાંદી પ્રતિકિલો રૂપિયા ૧૬ હજાર અને સોનું પ્રતિગ્રામ રૂ।. ૪પ૦૦ તૂટ્યાઃ ભારે ગભરાટ

આકાશને આંબતા આ કિંમતી ધાતુઓના ભાવો બજેટ પછી જમીન પર પટકાયાઃ પાતાળે પહોંચશે?

                                                                                                                                                                                                      

મુંબઈ તા. રઃ બજેટના બીજા દિવસે પણ ભારતીય કોમોડિટી બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. રોકાણકારો દ્વારા કરવામાં આવેલી ભારે વેચવાલી અને આંતરરાષ્ટ્રીય બજારની અસરોને પગલે કિંમતી ધાતુઓના ભાવ આસમાનેથી નીચે પટકાયા છે.

આજે એમસીએક્સ પર શરૂઆતના વેપારમાં ચાંદીના ભાવ લગભગ રૂ।. ૧૬,૦૦૦ ઘટ્યા. સોનાના ભાવ પણ રૂ।. ૪,પ૦૦ ઘટ્યા. પ માર્ચે ડિલિવરી માટે ચાંદી પાછલા સત્રમાં રૂ।. ર,૬પ,૬પર પ્રતિકિલો પર બંધ થઈ. આજે તે રૂ।. ર,૬૭,પ૦૧ પર ખુલી,પરંતુ ઝડપથી ઘટવા લાગી.

સવારે સાડાનવ વાગ્યાના સમયે ચાંદી રૂ।. ર,૪૯,૭૧૩ પર ટ્રેડ થઈ રહી હતી, જે રૂ।. ૧પ,૯૩૯ અથવા ૬ ટકા ઘટી ગઈ છે. ત્રણ દિવસમાં ચાંદીના ભાવ રૂ।. ૧.પ લાખથી વધુ ઘટ્યા છે. દરમિયાન સોનાનાભાવ પણ ઘટ્યા છે. ર એપ્રિલ ડિલિવરી માટે સોનાનો ભાવ લગભગ રૂ।. ૪,પ૦૦ અથવા ૩ ટકા ઘટીને રૂ।. ૧,૪૭,૭પ૩ પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયો હતો અને આજે રૂ।. ૧,૪૬,૦૦૦ પર ખૂલ્યો હતો. સવારે સાડાનવ પછી તે ૪,૪૩ર રૂપિયા ઘટીને ૧,૪૩,૩ર૧ રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.

આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. સ્પોટ ગોલ્ડ ૩.૩ ટકા ઘટીને ૪,૭૦૩.ર૭ ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો હતો. પાછલા સત્રમાં તે પ ટકાથી વધુ ઘટીને બે અઠવાડિયામાં તેના સૌથી નીચા સ્તરે પહોંચ્યો હતો. એપ્રિલ ડિલિવરી માટે યુએસ ગોલ્ડ ફ્યુચર્સ પણ ૦.૩ ટકા ઘટીને ૪,૭ર૯.ર૦ ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યો હતો. સ્પોટ સિલ્વર પણ પ ટકા ઘટીને ૮૦.ર૮ ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યો હતો. ગુરુવારે તે ૧ર૧.૬૪ ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.

સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બજેટના દિવસે નોંધપાત્ર ઘટાડા પછી સોમવારે મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ પર ફ્યુચર્સ ટ્રેડિંગ શરૂ થતા જ બન્ને કિંમતી ધાતુઓમાં વધુ ઘટાડો થયો. એમસીએક્સ પર૧ કિલો ચાંદીનો ભાવ લગભગ રૂ।. ૧૬,૦૦૦ ઘટ્યો હતો, જ્યારે એમસીએક્સ પર ૧૦ ગ્રામ ર૪ કેરેટ સોનાનો વાયદા ભાવ રૂ।. ૪,૦૦૦ થી વધુ ઘટ્યો હતો, અને આ ઘટાડો સાડાનવના સુમારે રૂ।. ૪પ૦૦ સુધી પહોંચ્યો હતો.

ચાંદી તાજેતરના દિવસોમાં જોવા મળેલા વધારા કરતા વધુ ઝડપથી ઘટી રહી છે. ગયા ગુરુવારે એમસીએક્સ પર પ માર્ચની સમાપ્તિ સાથે ચાંદીના વાયદાએ બધા રેકોર્ડ તોડી નાખ્યા. રૂ।. ૪ર૦.૦૪૮ ની નવી આજીવન ઉચ્ચત્તમ સપાટીએ પહોંચી ગયા, જો કે હવે ભાવ આ સ્તરથી રૂ।. ૧૭૦.૩૩પ ઘટી ગયો છે. ચાંદીના ભાવમાં ઘટાડાની સાથે સોનામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

બજેટના દિવસે સોનામાં પણ રૂ।. ૧૩,૦૦૦ નો ઘટાડો થયો હતો, જો કે પછી તેમાં થોડી રિકવરી જોવા મળી હતી. રવિવારે તે રૂ।. ૧,૪૭,૭પ૩ પર બંધ થયો, અને સોમવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ટ્રેડિંગ શરૂ થતા તે રૂ।. ૧,૪૩,૩ર૧ પ્રતિ ૧૦ ગ્રામ પર આવી ગયો. આનો અર્થ એ થયો કે ર૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામના ભાવમાં રૂ।. ૪,૪૩ર નો ઘટાડો થયો.

બજારના નિષ્ણાતો માને છે કે બજેટ પછી સોના અને ચાંદી પરની આયાત ડ્યુટીમાં ફેરફાર અથવા વૈશ્વિક બજારમાં ડોલરની મજબૂતીને કારણે કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું છે. ખાસ કરીને ચાંદીમાં ૬ ટકા જેટલો ઘટાડો એ સૂચવે છે કે બજારમાં અત્યારે પ્રોફિટ બુકિંગનો દોર ચાલી રહ્યો છે. જે રોકાણકારો ઊંચા ભાવે ખરીદી કરવાની રાહ જોઈ રહ્યા હતાં. તેમના માટે આ એક તક સમાન હોઈ શકે છે, પરંતુ બજારમાં હજુ પણ અસ્થિરતા રહેવાની શક્યતા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh