Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેષ સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વધારો થાય. બઢતી-બદલીના કામમાં પ્રગતિ થાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ રહે. બઢતી-બદલીના કામમાં પ્રગતિ થાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૧-૩
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ ન કરવી.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૨
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. ધંધામાં આકસ્મિક લાભ થાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૫-૭
Cancer (કર્ક: ડ-હ)
આપના કામમાં હરિફવર્ગ, ઈર્ષાકરનાર વર્ગની મુશ્કેલી જણાય. ધંધામાં નાણાકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૯
Leo (સિંહ: મ-ટ)
આપના કાર્યનો ઉકેલ આવતા રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. પરદેશના કામ થાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૮
Virgo (કન્યા: પ-ઠ-ણ)
સિઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે. વ્યાવહારિક કામમાં ઉતાવળ કરવી નહીં. આપે વાહન ધીરે ચલાવવું.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૨-૪
Libra (તુલા: ર-ત)
નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુનો સહકાર રહે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૮-૩
Scorpio (વૃશ્ચિક: ન-ય)
દિવસના પ્રારંભેથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. જમીન-મકાન-વાહનના કામમાં સરળતા રહે.
શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૪-૮
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. દેશ-પરદેશના કામ થાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૫
Capricorn (મકર: ખ-જ)
આપના કામમાં પ્રતિકૂળતા જણાય. રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે ઉતાવળ કરવી નહીં.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૯
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થતું જાય. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થવાની શક્યતા રહે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૭-૪
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના કામમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય. સામાજિક-વ્યાવહારિક કામ થાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૬-૧